‘ભારત 2024 સુધીમાં અમેરિકા સાથે બરાબરી કરશે’, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, રાજ્યસભામાં જણાવી આગામી બે વર્ષની યોજના

|

Mar 16, 2022 | 6:42 PM

2024 સુધીમાં ભારત અમેરિકાની બરાબરી કરશે. આ કોઈ સપનું નથી પરંતુ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીની જાહેરાત છે. આ બધું કેવી રીતે થશે? કેન્દ્રીય મંત્રી દ્વારા બુધવારે (16 માર્ચ) રાજ્યસભામાં તેનો પ્લાન ઓફ એક્શન પણ મૂકવામાં આવ્યો છે.

ભારત 2024 સુધીમાં અમેરિકા સાથે બરાબરી કરશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, રાજ્યસભામાં જણાવી આગામી બે વર્ષની યોજના
Union Minister Nitin Gadkari

Follow us on

2024 સુધીમાં ભારત અમેરિકાની બરાબરી કરશે.  આ કોઈ સપનું નથી પરંતુ  મહારાષ્ટ્રના (Maharashtra)  બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે (Road Transport & Highways) મંત્રી નીતિન ગડકરીની  (Nitin Gadkari)  જાહેરાત છે. આ બધું કેવી રીતે થશે? કેન્દ્રીય મંત્રી દ્વારા બુધવારે (16 માર્ચ) રાજ્યસભામાં તેનો પ્લાન ઓફ એક્શન પણ મૂકવામાં આવ્યો છે. ભારતના રસ્તાઓ, રસ્તાઓ પરના ખાડા, ખાડાઓને કારણે થતા અકસ્માતો અને તે અકસ્માતોને કારણે થતા મૃત્યુ વિશે હંમેશા ચર્ચાઓ થતી રહે છે. આ મુદ્દાઓને લઈને પગલાં અને યોજનાઓ પણ લાવવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી આ અંગે કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. આવી સ્થિતિમાં નીતિન ગડકરીએ રાજ્યસભામાં મોટું નિવેદન આપ્યું છે.

સંસદના બજેટ સત્ર દરમિયાન ચર્ચાનો જવાબ આપતા, નીતિન ગડકરીએ આગામી બે વર્ષ માટે એક પ્લાન ઓફ એક્શન જાહેર કર્યો. 2024 સુધીમાં આ પ્લાન ઓફ એક્શન હેઠળ નીતિન ગડકરીએ ભારતમાં રોડ નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

કેન્દ્ર સરકારની તૈયારીઓ પૂર્ણ, ભારત અમેરિકા સાથે કરશે બરાબરી

નીતિન ગડકરીએ રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ એલ. હનુમંથૈયાના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારે એવી તૈયારીઓ કરી છે કે ભારતમાં રોડ નેટવર્ક અને તેની સાથે સંબંધિત માળખાકીય સુવિધાઓ 2024 સુધીમાં અમેરિકાની બરાબરી કરી શકશે. ગડકરીએ માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રોડ નેટવર્ક વધારવું પુરતુ નહી, જો સુરક્ષા વધારવામાં ન આવે તો

આ સિવાય નીતિન ગડકરીએ ઉલ્લેખ કર્યો કે રસ્તાઓ બિછાવે તે પૂરતું નથી અને તેને બનાવવું એ કોઈ મોટું કામ નથી, પરંતુ આના કરતાં રોડ સેફ્ટી વધુ મહત્વની છે. ભારતમાં દર વર્ષે સરેરાશ માર્ગ અકસ્માતમાં જેટલા મૃત્યુ થાય છે. એટલા મૃત્યુ મોટા યુદ્ધમાં પણ થતા નથી. ભારતમાં દર વર્ષે 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં લોકોમાં રસ્તા તૈયાર કરવાની આધુનિક ટેક્નોલોજી, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, લોકોની માર્ગ સલામતી વિશે જાગૃતિ અને શિક્ષણ ફેલાવવાની પણ જરૂર છે.

આગળ નીતિન ગડકરીએ કહ્યું કે હાઈવે બનાવવાનું અને તે રસ્તાઓને જોડતા રસ્તાઓના સમારકામનું કામ કેન્દ્ર સરકાર માટે ચિંતાનું કારણ છે. આ માટે માર્ગ પરિવહન વિભાગ પ્રયાસ કરી રહ્યું છે. આ વિભાગ રસ્તાઓ પર થતા અકસ્માતો ઘટાડવા માટે ‘બ્લેક સ્પોટ્સ’ની ઓળખ કરી રહ્યું છે. જ્યાં અવારનવાર અકસ્માતો બનતા હોય છે, તે અકસ્માતોને રોકવા માટે ટૂંક સમયમાં પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો : Maharashtra : શિલ્પા શેટ્ટીના પરિવારની મુશ્કેલી વધી, 21 લાખની લોન ન ચૂકવવા બદલ તેની માતા વિરુદ્ધ વોરંટ જાહેર

Next Article