Maharashtra : નાસિકમાં મધ્યરાત્રિથી કલમ 144 લાગુ, એક જગ્યાએ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ

|

May 29, 2022 | 12:44 PM

નાસિક પોલીસ કમિશનર જયંત નાયકનવરેના આદેશ હેઠળ કલમ 144 લાગુ કરવામાં આવી  છે. આ પ્રતિબંધક આદેશ આગામી 15 દિવસ સુધી અમલમાં રહેશે.

Maharashtra : નાસિકમાં મધ્યરાત્રિથી કલમ 144 લાગુ, એક જગ્યાએ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ
File Photo

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra)  નાસિકમાં મધ્યરાત્રિથી કલમ 144 લાગુ કરવામાં આવી છે. તંત્રના આદેશને પગલે નાસિકમાં (Nashik) આગામી 15 દિવસ સુધી IPCની કલમ 144 લાગુ રહેશે. આ દરમિયાન આંદોલન, પ્રદર્શન, ધરણાં, મોરચો કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એક જગ્યાએ ચારથી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. ઉપરાંત એક જગ્યાએ ભીડ એકઠી ન થાય તે માટે આ આદેશ આપવામાં આવ્યો છે.

પ્રતિબંધક આદેશ આગામી 15 દિવસ સુધી અમલમાં રહેશે

શહેર પોલીસ કમિશનરના (Nashik Police Commissioner) આદેશથી નાસિકમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દેશના વિવિધ સ્થળોની જેમ સમગ્ર મહારાષ્ટ્રમાં પણ આંદોલનો અને પ્રદર્શનો ચાલી રહ્યા છે, ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા, જ્ઞાનવાપી મસ્જિદ અને શિવ મંદિર વિવાદ, મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંબંધિત વિવાદ, OBC અનામત, મોંઘવારી. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાને અવગડ ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

પોલીસ કમિશનર જયંત નાયકનવરેના આદેશ હેઠળ કલમ 144 લાગુ કરવામાં આવી  છે. આ પ્રતિબંધક આદેશ આગામી 15 દિવસ સુધી અમલમાં રહેશે. આ આદેશ 29 જૂનની મધ્યરાત્રિથી લાગુ કરવામાં આવી રહ્યો છે અને 12 જૂન સુધી અમલમાં રહેશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પોલીસ કમિશનરે કલમ 144 લાગુ કરવાનો આદેશ આપ્યો

દેશમાં થઈ રહેલા દેખાવો અને આંદોલનોની અસર નાસિક શહેરમાં પણ જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કમિશનરે તેમના કાર્યક્ષેત્રમાં કલમ 144 લાગુ કરવાનો આદેશ આપ્યો છે. નાશિકમાં રાજકીય પક્ષો સહિત સામાજિક સંગઠનો અને ટ્રેડ યુનિયનો દ્વારા મોરચા અને દેખાવો જેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. કમિશનર નાસિકને તેની અસરથી અલગ રાખવા માંગે છે અને શાંતિ વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે તે હેતુથી કલમ 144 લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

એક જગ્યાએ પાંચ કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ

આ આદેશ હેઠળ પાંચ કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકશે નહીં. સભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ રહેશે. જો જરૂરી હોય તો, તેઓ વહીવટીતંત્રની પરવાનગી લીધા પછી જ આયોજન કરી શકાશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન, ધાર્મિક મેળાવડા, અંતિમયાત્રા, સિનેમા હોલમાં કલમ 144 લાગુ થશે નહીં. કોઈપણ હથિયાર, પથ્થરો, વિસ્ફોટકો જેવી વસ્તુઓ રાખવા પર પ્રતિબંધ છે. પ્રતીકાત્મક રીતે, પૂતળા દહન, સૂત્રોચ્ચાર, ઉશ્કેરણીજનક ભાષણો, મહા આરતી જેવા કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Next Article