Maharashtra Accident : મહારાષ્ટ્રના વાશિમમાં ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત

વાશિમના SP બચ્ચન સિંહે જણાવ્યુ કે, આ અકસ્માત જુલક પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો લગ્નમાં હાજરી આપીને નાગપુરથી પરત ફરી રહ્યા હતા.

Maharashtra Accident : મહારાષ્ટ્રના વાશિમમાં ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે મોત
Accident in washim (File Photo)
| Edited By: | Updated on: Feb 16, 2022 | 10:05 AM

Maharashtra Accident : મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં (Washim District) મંગળવારે રાત્રે એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 9 ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માત ગતરાત્રે આઠ વાગ્યાની આસપાસ થયો હતો. પીડિતો નાગપુરથી લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેને આ અકસ્માત (Road Accident) નડ્યો હતો.

દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા

વાશિમના પોલીસ અધિક્ષક બચ્ચન સિંહે જણાવ્યું કે આ અકસ્માત જુલક પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.વધુમાં તેમણે જણાવ્યું કે મૃત્યુ પામેલા લોકો લગ્નમાં હાજરી આપીને નાગપુરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની પીકઅપ વાન વાશિમને સુલેહુ માર્કેટ સાથે જોડતા રોડ પર રોડ કિનારે પાર્ક કરેલા ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. રાત્રે આઠ વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. આ તમામ લોકો વાશિમ જિલ્લાના સાવંગા જહાંગીર ગામના રહેવાસી છે. હાલ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્ત લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત રાત્રે 8 વાગ્યાની આસપાસ થયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને સ્વયંસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા અને અન્ય નવ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મંગળવારે પણ ગંભીર અકસ્માત થયો હતો

મહારાષ્ટ્રમાં મંગળવારે સવારે પણ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. એક ફુલ સ્પીડે આવતા ટ્રકે ટ્રાફિકમાં ફસાયેલા અનેક વાહનોને ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા હતા. મંગળવારે સવારે 6:30 વાગ્યે રાયગઢના ખોપોલી ખાતે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર એક ઝડપી ટ્રક પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો. તમને જણાવી દઈએ કે, ટ્રકે ટ્રાફિકમાં ફસાયેલા અનેક વાહનોને ટક્કર મારી હતી. જેમાં 7 લોકો ઘાયલ થયા હતા.

 

આ પણ વાંચો: મુંબઈ : EDએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સંબંધીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો, જાણો સમગ્ર વિગત