Maharashtra Politics: મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી હલચલ વચ્ચે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) કહ્યુ કે, હવે પાર્ટીઓ ‘ચોરી’ લેવામાં આવી રહી છે. પક્ષમાં ભંગાણ કોઈ નવી વાત નવી નથી. તેમણે કહ્યુ કે, ચૂંટણી પંચને કોઈ અધિકાર નથી કે તે અમારી પાર્ટીનું નામ બીજા કોઈને આપી દે. ચૂંટણી પંચના આ આદેશ સામેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) 31 જુલાઈએ સુનાવણી થશે. ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને પાર્ટીનું નામ ‘શિવસેના’ અને ચૂંટણી ચિહ્ન આપ્યું હતું. આયોગે 17 ફેબ્રુઆરીએ આ અંગે આદેશ જાહેર કર્યો હતો.
મીડિયા સાથે વાત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, પાર્ટીનું નામ ‘શિવસેના’ તેમના દાદા (કેશવ ઠાકરે)એ આપ્યું હતું. કોઈને એવી રીતે ‘ચોરી’ કરવા નહીં દે. NCP માં ભંગાણ બાદ અને મહા વિકાસ અઘાડી તૂટ્યા પછી, ઉદ્ધવ પાસે હવે વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધનનો પ્લાન છે, જેના પ્રમુખ પ્રકાશ આંબેડકર છે. તેમણે કહ્યું કે સીએમ બનવાનું તેમનું સપનું ન હતું. તેમણે કહ્યું કે, મેં બાળાસાહેબ ઠાકરેને વચન આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક દિવસ શિવસેનાનો CM હશે.
ભાજપ પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો ભાજપ 2019ની ચૂંટણીમાં સત્તાની ભાગીદારી કરવા માટે સહમત થયા હોત તો આજે તેના કાર્યકરોએ અન્ય કોઈ પક્ષની કાર્પેટ ન ઉઠાવવી પડી હોત. ફરી એકવાર તેમણે દાવો કર્યો કે તેના પર પહેલાથી જ સહમતિ થઈ હતી. પરંતુ ત્યારબાદ ભાજપે પીછેહઠ કરી હતી. ચૂંટણી પહેલા અમિત શાહે આ માટે સહમતિ દર્શાવી હતી.
આ પણ વાંચો : Maharashtra: ઉદ્ધવ ઠાકરેનો અજિત પવાર પર કટાક્ષ, ભાજપને યાદ અપાવ્યું જૂનું વચન
અગાઉની સરકાર મતપેટીથી બની હતી. હવેની સરકાર ખોખાથી બની છે, કારણ કે તમે કોઈને પણ વોટ આપો પરંતુ સરકાર તો મારી જ બનશે. જો આવું થવાનું શરૂ થશે ત્યારે આવતીકાલે જે કોઈ ધમકાવશે કે પૈસાનો ખેલ કરી શકે તે પણ મુખ્યમંત્રી કે વડાપ્રધાન બની શકશે. ઉદ્ધવે કહ્યુ કે, બાળાસાહેબ ઠાકરે કહેતા હતા કે, રાઈટ ટૂ રિકોલ હોવું જોઈએ. જેવી રીતે નોટામાં છે કે જો મારા મતથી ચૂંટાયેલ પ્રતિનિધિ કંઈક ખોટું કરે છે, તો તેને પાછા બોલાવવાનો અધિકાર હોવો જોઈએ.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:16 pm, Mon, 10 July 23