Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ટ્વીસ્ટ? અજિત પવારે કાકા શરદ પવાર સાથે એક કલાક સુધી કરી ગુપ્ત બેઠક

|

Aug 13, 2023 | 6:38 AM

કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવાર, જયંત પાટીલ અને અજીત વચ્ચે લગભગ એક કલાક સુધી ગુપ્ત બેઠક થઈ હતી. જો કે આ બેઠકમાં ત્રણેય નેતાઓ વચ્ચે કયા મુદ્દા પર ચર્ચા થઈ હતી અને આ બેઠક પાછળનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ટ્વીસ્ટ? અજિત પવારે કાકા શરદ પવાર સાથે એક કલાક સુધી કરી ગુપ્ત બેઠક

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. હલચલના કેન્દ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર (Sharad Pawar) અને તેમના ભત્રીજા અજિત પવાર છે, જેઓ એકનાથ શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા છે. શનિવારે પૂણેમાં આ બંને નેતાઓ વચ્ચે ગુપ્ત બેઠક થઈ છે. આ મીટિંગ એક બિઝનેસમેનના ઘરે થઈ હતી. માનવામાં આવે છે કે આ બેઠકમાં મહારાષ્ટ્ર એનસીપી પ્રમુખ (પવાર જૂથ) જયંત પાટીલે પણ ભાગ લીધો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે શરદ પવાર, જયંત પાટીલ અને અજીત વચ્ચે લગભગ એક કલાક સુધી ગુપ્ત બેઠક થઈ હતી. જો કે આ બેઠકમાં ત્રણેય નેતાઓ વચ્ચે કયા મુદ્દા પર ચર્ચા થઈ હતી અને આ બેઠક પાછળનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. એનસીપી નેતા અમોલ મિતકારીએ પણ અનુમાનમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે આ બંને નેતાઓ વચ્ચે પારિવારિક મુલાકાત હોય શકે છે.

આ પણ વાંચો: પૂણે ISIS મોડ્યુલ કેસમાં NIAને મળી વધુ એક મોટી સફળતા, છઠ્ઠા આરોપીની ધરપકડ

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

તે જ સમયે, સ્થાનિક ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા વીડિયોમાં શરદ પવાર લગભગ 1 વાગ્યે કોરેગાંવ પાર્ક વિસ્તારમાં એક બિઝનેસમેનના ઘરે પહોંચતા જોવા મળ્યા હતા. સાંજે પાંચેક વાગ્યે તે બિઝનેસમેનના ઘરેથી પણ નીકળી ગયા હતા. પવારના ગયાના લગભગ અઢી કલાક પછી, સાંજે 6.45 વાગ્યે, ડેપ્યુટી સીએમ અજિત પવાર પણ એક કારમાં તે જ ઉદ્યોગપતિના ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા. જો કે આ દરમિયાન તે કેમેરાની નજરથી બચતા પણ જોવા મળ્યા હતા.

અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેવા પૂણે પહોંચ્યા હતા

વાસ્તવમાં, શરદ પવાર અને અજિત પવાર તેમના અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે શનિવારે પૂણેમાં હતા. બંને નેતાઓ વચ્ચેની આ ગુપ્ત બેઠક અંગે ભાજપના ધારાસભ્ય અતુલ ભાટખાલકરે કહ્યું હતું કે પવાર અને જયંત પાટીલને જ પૂછવું સારું રહેશે કે બેઠક દરમિયાન નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ હતી. શરદ પવાર અને અજિત પવાર એક પરિવારના સભ્યો છે.

ગયા મહિને મહારાષ્ટ્રના રાજકારણમાં એક આઘાતજનક ઘટનાક્રમ જોવા મળ્યો, જ્યારે અજિત પવાર એનસીપી સામે બળવો કરીને રાજ્યની શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા અને ઘણા ધારાસભ્યો સાથે નાયબ મુખ્યમંત્રી પદના શપથ પણ લીધા. તેમના સમર્થનમાં આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

અજિત પવાર સત્તાવાર કાફલાને છોડીને બેઠકમાં ગયા હતા

શિંદે સરકારમાં જોડાયા બાદ અજિત પવારે કાકા શરદ પવારને નિવૃત્તિ લેવાની અને પાર્ટી માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવવાની સલાહ આપી હતી, પરંતુ હવે પાર્ટીમાં બે જૂથો બન્યા બાદ પહેલીવાર કાકા-ભત્રીજા સીક્રેટ મીટીંગ કરતા જોવા મળ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર સત્તાવાર કાફલામાંથી નીકળીને બેઠકમાં પહોંચ્યા હતા. તે જ સમયે જયંત પાટીલ કાર્યકર્તાની કારમાં સવાર થઈને વેપારીના ઘરે ગયા હતા. મીટિંગ બાદ બહાર નીકળતી વખતે અજિત પવાર પણ કારમાં મીડિયાને ટાળતા જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એક-બે દિવસમાં શરદ પવાર પોતે આ બેઠક અંગે પોતાની વાત રાખશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article