Ajit Pawar Vs Sharad Pawar: મહારાષ્ટ્રમાં (Maharashtra) છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. NCP ના શરદ પવાર અને તેના ભત્રીજા અજિત પવાર વચ્ચેની લડાઈ દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. શરદ પવારે આજે દિલ્હીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. આ મીટિંગ બાદ અજિત પવારે મોટું નિવેદન આપ્યું છે. અજિત પવારે તેના નિવેદનમાં કહ્યું છે કે, અસલી NCP અમે છીએ અને તેથી જ શરદ પવારને બેઠક બોલાવવાનો કોઈ અધિકાર નથી. તેમણે આગળ કહ્યું કે આ બેઠકની કોઈ કાયદાકીય પવિત્રતા નથી.
અજિત પવારે કહ્યું કે, મીડિયા દ્વારા મને ખબર પડી છે કે શરદ પવારે દિલ્હીમાં NCP ની રાષ્ટ્રીય કાર્યકારિણી અને પ્રદેશ પ્રમુખોની બેઠક બોલાવી હતી. હું 30મી જૂને પ્રચંડ બહુમતી સાથે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયો હતો. અમે ચૂંટણી પંચમાં એક અરજી પણ દાખલ કરી છે, જેમાં એવુંં કહેવામાં આવ્યું છે કે હું અસલી NCPનું પ્રતિનિધિત્વ કરું છું, તેથી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ મને આપવામાં આવે.
આ પણ વાંચો : NCP પછી હવે શિંદે જૂથમાં બળવાનો ભય ? અજિત પવારના 9 મંત્રીઓની એન્ટ્રીથી શિંદે જૂથમાં ફેલાયો ગભરાટ
અજિત પવારે વધુમાં કહ્યું કે ચૂંટણી પંચ અસલી NCP અંગે નિર્ણય લેશે, તેથી પાર્ટીની અંદર કોઈને પણ રાષ્ટ્રીય કાર્યકારિણી, રાષ્ટ્રીય કાર્ય સમિતિ, રાષ્ટ્રીય પદાધિકારીઓ અથવા રાજ્યની કોઈપણ બેઠક બોલાવવાનો અધિકાર નથી. પક્ષ પ્રમુખના પદ પર તેઓ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ચૂંટણી પંચ વિવાદ અંગે નિર્ણય ન લે.
આ પણ વાંચો : Breaking news : શરદ પવારને પદ પરથી હટાવી, અજિત પવાર બન્યા NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ, જુઓ Video
અજિત પવારે કહ્યું કે આજે દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કોઈ કાયદાકીય પવિત્રતા નથી. ઉપરાંત, મીટિંગમાં લેવાયેલા કોઈપણ નિર્ણયનો કોઈ માન્ય કાનૂની આધાર રહેશે નહીં અને તે પક્ષમાં કોઈને બંધનકર્તા પણ નહીં રહે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો