Maharashtra Politics: NCP પર કબજાની લડાઈ શરૂ, અજિત પવાર સહિત 9 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની માંગ

|

Jul 03, 2023 | 8:42 AM

Maharashtra: અજિત પવારે NCP પર દાવો કર્યો છે. જો કે, શરદ પવાર જૂથ પણ કંઈ બેસી રહેવાનું નથી. મોટી કાર્યવાહી કરતા NCPએ અજિત પવાર સહિત 9 ધારાસભ્યો સામે ગેરલાયકની અરજી દાખલ કરી છે.

Maharashtra Politics: NCP પર કબજાની લડાઈ શરૂ, અજિત પવાર સહિત 9 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની માંગ
Sharad Pawar and Ajit Pawar

Follow us on

Maharashtra Politics: મહારાષ્ટ્રના (Maharashtra) રાજકારણમાં રવિવારે મોટુ તોફાન મચ્યું હતું કે જેને જોઈને દરેક લોકો દંગ રહી ગયા હતા. અજિત પવાર રાજભવન પહોંચીને રાજકીય બળવો કર્યો અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા અને શિંદે સરકારમાં જોડાયા. એટલું જ નહીં, તેમની સાથે 8 વધુ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. આ સમગ્ર રાજકીય ડ્રામા વચ્ચે હવે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે એનસીપીને કંટ્રોલ કરવાની લડાઈ શરૂ થઈ ગઈ છે.

અજિત પવારે NCP પર દાવો કર્યો છે. જો કે, શરદ પવાર જૂથ પણ કંઈ બેસી રહેવાનું નથી. મોટી કાર્યવાહી કરતા NCPએ અજિત પવાર સહિત 9 ધારાસભ્યો સામે ગેરલાયકની અરજી દાખલ કરી છે. આ અરજી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મોકલવામાં આવી છે.

ચૂંટણી પંચને પણ પત્ર લખ્યો હતો

મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, અમે 9 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને અરજી કરી છે. હાર્ડ કોપી પણ વહેલી તકે મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે NPCની વિરુદ્ધમાં રહેલા 9 ધારાસભ્યોએ પાર્ટી છોડતા પહેલા કોઈને કહ્યું નથી. અમે આ અંગે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે. જો કે, તેમણે એવી આશા પણ વ્યક્ત કરી છે કે પાર્ટી છોડી ગયેલા મોટાભાગના ધારાસભ્યો પાછા ફરશે અને NCP પણ તેમને પાછા સ્વીકારશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો: Maharashtra Political Crisis: અજીત પવાર પરત આવશે તો ખુશી થશે, જે ધારાસભ્યો ગયા તેમના સંપર્કમાં છું- સુપ્રિયા સુલે

અગાઉ રવિવારે બપોરે અજિત પવાર એનસીપી સામે બળવો કર્યો અને એનડીએમાં જોડાયા, એક વર્ષ પહેલા શિંદે વિ. ઉદ્ધવ ઠાકરેની ઘટનાઓનું પુનરાવર્તન કર્યું. હકીકતમાં, એક વર્ષ પહેલા એનકથ શિંદેએ પણ શિવસેના સામે બળવો કર્યો હતો અને ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી. આ પછી તેમણે શિવસેનાના નામ અને ચિહ્ન પર પણ દાવો કર્યો હતો. અજિત પવાર પણ હવે એકનાથ શિંદેના પગલે ચાલતા જોવા મળે છે.

અજિત પવારે શું કહ્યું?

ડેપ્યુટી સીએમ બન્યા બાદ અજિત પવારે કહ્યું હતું કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે અને શિવસેના ભાજપ સરકારમાં સામેલ થઈ છે. તેમણે કહ્યું કે અમારી પાસે તમામ આંકડાઓ છે. તમામ ધારાસભ્યો અમારી સાથે છે. અમે પાર્ટી તરીકે ખુશ છીએ. લોકશાહીમાં બહુમતીને જ મહત્વ આપવામાં આવે છે. અમારી પાર્ટી 24 વર્ષની થઈ ગઈ છે અને હવે યુવા નેતૃત્વએ આગળ આવવું જોઈએ.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article