Maharashtra Political Crisis: શરદ પવારનો એ નિર્ણય જેનાથી અજિત પવારે કર્યો બળવો

|

Jul 02, 2023 | 3:34 PM

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવાર પાર્ટીમાં બળવો કરીને NDAની એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા છે. NCPના 8 ધારાસભ્યો સાથે, તેમણે પણ શપથ લીધા છે. અજિત પવારના આ પગલા માટે શરદ પવારના નિર્ણયને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.

Maharashtra Political Crisis: શરદ પવારનો એ નિર્ણય જેનાથી અજિત પવારે કર્યો બળવો
Sharad Pawar- Ajit Pawar

Follow us on

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવાર (Ajit Pawar) પાર્ટીમાં બળવો કરીને NDAની એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા છે. NCPના 8 ધારાસભ્યો સાથે, તેમણે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. અજિત પવારના આ પગલા માટે શરદ પવારના નિર્ણયને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.

આ નિર્ણયને અજિત પવાર માટે મોટો ઝટકો માનવામાં આવે છે

ગયા મહિનાની શરૂઆતમાં એક મોટો નિર્ણય લેતા શરદ પવારે તેમની પુત્રી સુપ્રિયા સુલે અને પાર્ટીના દિગ્ગજ નેતા પ્રફુલ પટેલને NCPના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. આ સાથે સુપ્રિયાને પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીના વડા પણ બનાવવામાં આવ્યા હતા. શરદ પવારના આ નિર્ણયને અજિત પવાર માટે મોટો ઝટકો માનવામાં આવે છે. પવારે તેમને પાર્ટીમાં કોઈ મહત્વપૂર્ણ પદ આપ્યું નથી.

અજિત પવાર અને 8 ધારાસભ્યોએ શપથ લીધા

પવાર પક્ષના અધિકારીઓની યાદીમાં અજિત પવારનું નામ ગાયબ હતું. જો કે તે સમયે એવું માનવામાં આવતું હતું કે અજિત પવાર મહારાષ્ટ્રની જવાબદારી સંભાળશે. શરદ પવારના નિર્ણય બાદ અજિત પવાર નાખુશ હતા અને તે નારાજગી આજે સામે આવી જ્યારે અજીત પવાર પોતાના સહયોગી ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં સામેલ થયા હતા. અજિત પવાર પોતે 17 ધારાસભ્યો સાથે ગયા છે. તેમાંથી 8 ધારાસભ્યોએ શપથ પણ લીધા છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં 2019 જેવો જ ઘટનાક્રમ બન્યો, પરંતુ આ વખતે અજીત પવાર બની ગયા DY CM, જાણો શું હતી ઘટના

NCPના 40 ધારાસભ્યો શિંદે સરકારને સમર્થન આપી રહ્યા છે

અજિત પવાર ઉપરાંત જે 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે તેમાં પ્રફુલ પટેલ ઉપરાંત ધનંજય મુંડે, દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, સંજય બાબુરાવ, અનિલ ભાઈદાસ પાટીલ, ધર્મરાવબાબા આત્રામ અને અદિતિ તટકરેનો સમાવેશ થાય છે. NCPના અનેક ધારાસભ્યો સાથે અજિત પવાર શિંદે સરકારમાં જોડાયા બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી સુધીર મુનગંટીવારનો મોટો દાવો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે NCPના 40 ધારાસભ્યો શિંદે સરકારને સમર્થન આપી રહ્યા છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article