Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેનો શિંદે પર પ્રહાર, કોઈપણ સંજોગોમાં ભાજપ સાથે નહી જોડાવાની કરી જાહેરાત

|

Jun 24, 2022 | 11:39 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભાજપ પર શિવસેના અને તેના પરિવારને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેનો શિંદે પર પ્રહાર, કોઈપણ સંજોગોમાં ભાજપ સાથે નહી જોડાવાની કરી જાહેરાત
Uddhav Thackeray

Follow us on

મહારાષ્ટ્રમાં (Maharashtra Political Crisis) ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ભાજપ પર શિવસેના અને તેના પરિવારને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે તેમના પરિવાર અને તેમની પાર્ટીને બદનામ કરી છે. બળવાખોર એકનાથ શિંદે પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે જે લોકો તેમના પરિવાર અને પાર્ટીને બદનામ કરે છે, તેઓ તેમની સાથે જવાની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આવો સવાલ જ ઊભો થતો નથી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે ધારાસભ્યો ત્યાં જવા માંગતા હોય તો તે બધા જઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ધારાસભ્ય હોય કે અન્ય કોઈ, જેને જવું હોય તે પહેલા અમને જણાવે અને પછી જાય. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપ સાથે નહીં જાય. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોંગ્રેસ-એનસીપી આજે તેમનું સમર્થન કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હું ભાજપ સાથે નહીં જોડાઉં: ઉદ્ધવ ઠાકરે

‘અમારા જ લોકોએ અમારી પીઠમાં છરો માર્યો’

સીએમ ઠાકરેએ કહ્યું કે શરદ પવાર અને સોનિયા ગાંધીએ શિવસેનાને ટેકો આપ્યો, પરંતુ અમારા જ લોકોએ અમારી પીઠમાં છરો માર્યો. તેમણે કહ્યું કે અમે એવા લોકોને ટિકિટ આપી જે ખુદ જીતી શકતા ન હતા અને અમે તેમને વિજયી બનાવ્યા. આજે એ જ લોકોએ અમારી પીઠમાં છરો માર્યો.

સીએમ ઠાકરેએ કહ્યું કે જો તમને લાગતું હોય કે હું નકામો છું અને પાર્ટી ચલાવી શકતો નથી તો મને કહો. સીએમ ઠાકરેએ કહ્યું કે હું મારી જાતને પાર્ટીથી અલગ કરવા તૈયાર છું. તમે મને અત્યાર સુધી માન આપ્યું છે કારણ કે બાળાસાહેબે આવું કહ્યું હતું. જો તમે કહેતા હો કે હું અયોગ્ય છું તો હું અત્યારે જ પાર્ટી છોડવા તૈયાર છું.

‘ભાજપને સમર્થન આપવાનું પરિણામ ભોગવી રહ્યા છીએ’

સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યારે હિંદુત્વના નામે ભાજપ અને શિવસેનાને અસ્પૃશ્ય માનવામાં આવતા હતા અને કોઈ ભાજપ સાથે જવા તૈયાર નહોતું, ત્યારે અમે ભાજપ સાથે જ રહ્યા. ઉદ્ધવે કહ્યું કે બાળાસાહેબે કહ્યું હતું કે હિન્દુત્વના મતોનું કોઈ વિભાજન ન થવું જોઈએ. આ જ કારણ છે કે તે સમયે શિવસેના ભાજપની સાથે હતી, પરંતુ પાર્ટી હવે તેનું પરીણામ ભોગવી રહી છે.

Published On - 11:38 pm, Fri, 24 June 22

Next Article