Maharashtra School Admission 2022-23 age limit latest: મહારાષ્ટ્રમાં નર્સરીથી ધોરણ 1માં બાળકને પ્રવેશ અપાવવાની તૈયારી કરી રહેલા વાલીઓ માટે સારા સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Govt) શૈક્ષણિક સત્ર 2022-23 માટે મહારાષ્ટ્ર નર્સરીમાંથી ધોરણ 1 માં પ્રવેશ માટેની વય મર્યાદા બદલી છે. લઘુત્તમ વય મર્યાદામાં (Minimum Age Limit) છૂટછાટ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગના (Maharashtra Education Department) અધિકારીએ મંગળવાર, 21 ડિસેમ્બર 2021ના રોજ આ સંદર્ભમાં એક જાહેરાત કરી છે. આ સાથે સરકારે એક નવો પરિપત્ર પણ બહાર પાડ્યો છે.
નર્સરી ટૂ ક્લાસ 1 એડમિશન 2022 (Maharashtra Nursery to class 1 admission 2022) માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પરીપત્ર અનુસાર, હવે વિવિધ વર્ગોમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદા આ પ્રકારે હશે –
મહારાષ્ટ્ર નર્સરી પ્રવેશ 2022-23 : મહારાષ્ટ્રમાં શૈક્ષણિક સત્ર 2022-23 માટે નર્સરીમાં પ્રવેશ (Maharashtra Nursery Admission) માટેની લઘુત્તમ વય મર્યાદા 3 વર્ષ છે. જો બાળક 31મી ડિસેમ્બર 2022 સુધીમાં 3 વર્ષ પૂર્ણ કરે છે, તો તે પ્રવેશ માટે પાત્ર છે. એટલે કે તેનો જન્મ 01 ઓક્ટોબર 2018 થી 31 ડિસેમ્બર 2019 ની વચ્ચે થયો હોવો જોઈએ.
મહારાષ્ટ્ર જુનિયર કેજી પ્રવેશ 2022 : મહારાષ્ટ્રની શાળાઓમાં જુનિયર કેજીમાં પ્રવેશ માટે (Maharashtra Junior KG admission) બાળકનો જન્મ 01 ઓક્ટોબર 2017 થી 31 ડિસેમ્બર 2018 ની વચ્ચે થયો હોવો જોઈએ. તેણે 31 ડિસેમ્બર 2022 સુધીમાં ચાર વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ.
મહારાષ્ટ્ર સિનિયર કેજી પ્રવેશ 2022 : સિનિયર કેજીમાં પ્રવેશ માટે (Maharashtra Senior KG admission) બાળકની ઉંમર 31મી ડિસેમ્બર 2022 સુધી ઓછામાં ઓછી 5 વર્ષની હોવી જોઈએ. એટલે કે તેનો જન્મ 01 ઓક્ટોબર 2016 થી 31 ડિસેમ્બર 2017 ની વચ્ચે થયો હોવો જોઈએ.
મહારાષ્ટ્ર વર્ગ 1 પ્રવેશ 2022 : જો બાળકને શૈક્ષણિક સત્ર 2022-23માં પ્રથમ વર્ગમાં પ્રવેશ આપવો હોય તો 31 ડિસેમ્બર, 2022 સુધીમાં તેની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. એટલે કે તેનો જન્મ 01 ઓક્ટોબર 2015 થી 31 ડિસેમ્બર 2016 ની વચ્ચે થયો હોવો જોઈએ.