Maharashtra News : માતાના પાગલ પ્રેમીનું કૃત્ય, 7 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતાર્યો

|

Jan 10, 2023 | 1:11 PM

પોલીસે આપેલી માહિતી અનુસાર, કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશનની હદમાં રહેતી કવિતા ભોસલે નામની મહિલા તેના સાત વર્ષના બાળક પ્રણવ ભોસલે સાથે રહેતી હતી. ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા આરોપી નીતિન કાંબલે સાથે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો.

Maharashtra News :  માતાના પાગલ પ્રેમીનું કૃત્ય, 7 વર્ષના બાળકને મોતને ઘાટ ઉતાર્યો
Maharashtra News: Mother's crazy lover's act, 7-year-old child killed
Image Credit source: simbolic image

Follow us on

મહારાષ્ટ્રના થાણે શહેરના કલ્યાણ વિસ્તારમાં 7 વર્ષના બાળકની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં બાળકનો હત્યારો ચોકીદાર છે. તેણે જે બાળકની હત્યા કરી હતી તે પહેલા તે ત્યાં ચોકીદાર તરીકે કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર, બાળકની માતાને ચોકીદાર સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ પ્રેમીકાનો બાળક મોટો થઈ રહ્યો હતો, જેના કારણે માતાએ થોડા દિવસ માટે ચોકીદારથી અંતર રાખ્યું. આનો બદલો લેવા માટે તેણે તે મહિલાના બાળકને મારી નાખ્યો હતો. બાળકની હત્યાની જાણ થતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

બીજી તરફ આરોપી ચોકીદારએ આપેલ નિવેદન અનુસાર, તેણે બાળકની માતાને 50 હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. હવે તે પૈસા પાછા આપતી ન હતી. જેના કારણે વિવાદ વધ્યો હતો. હત્યાના દિવસે રોજની જેમ સોમવારે પણ બાળક શાળાએ ગયો હતો. બાળક શાળામાંથી છૂટતા જ માતાના પ્રેમીએ તેનું અપહરણ કરીને બિલ્ડીંગની છત પર લઈ ગયો હતો અને ત્યાં જ તેણે બાળકને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખ્યો હતો. આ ઘટના કલ્યાણ પશ્ચિમ વિસ્તારના સુંદર રેસિડેન્સીમાં બની હતી.

બાળકને પાણીની ટાંકીમાં ડૂબાડી હત્યા કરી

મૃત બાળકનું નામ પ્રણવ ભોસલે હતું. કલ્યાણની ખડકપાડા પોલીસે આરોપી નીતિન કાંબલે વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યોને તેની ધરપકડ કરવામાં આવી છે. જે બિલ્ડિંગમાં પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો ત્યાં ચોકીદાર તરીકે કામ કરતો હતો.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સીસીટીવી ફૂટેજ પરથી રહસ્ય બહાર આવ્યું

બાળકની હત્યા બાદ પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી ગભરાઈ ગયો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે તે ક્યારેક-ક્યારેક બાળકને શાળાએથી લાવતો હતો. પોલીસને શંકા હતી કે બાળકના અપહરણમા ચોકીદારનો હાથ હોઈ શકે છે. પરંતુ પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત ન કરતાં તે ગોળ-ગોળ વાતો કરતો હતો. તેણે પોલીસને નિવેદન આપતા કહ્યું કે બાળકની માતાએ તેની પાસેથી 50 હજાર રૂપિયા લીધા હતા, તે પરત કરતી ન હતી. આ ઉપરાંત આરોપીએ બાળકના અપહરણ અને તેની હત્યાં અંગે કોઈ પણ માહિતી આપી ન હતી.

ક્યાં કારણે બાળકનું મોત થયું હતું

આ પછી પોલીસે બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં તો આરોપી દ્વારા બાળકની હત્યાનો મામલો સામે આવ્યો. જ્યારે પોલીસે સખ્ત પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનાનો સ્વીકાર કર્યો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર, કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશનની હદમાં રહેતી કવિતા ભોસલે નામની મહિલા તેના સાત વર્ષના બાળક પ્રણવ ભોસલે સાથે રહેતી હતી. ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા આરોપી નીતિન કાંબલે સાથે મિત્રતા અને પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ થોડા સમયથી બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. ગુસ્સે થઈને ચોકીદારે મહિલાના બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો.

 

Next Article