Maharashtra News: શિવસેનાના 16 ધારાસભ્યોની અયોગ્યતા મામલે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને લગાવી ફટકાર

|

Oct 13, 2023 | 11:50 PM

Maharashtra News: શિવસેનાના 16 ધારાસભ્યોની અયોગ્યતા મામલે સુપ્રીમમાં ચાલી રહેલી સુનાવણી સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષને ફટકાર લગાવતા તાકીદ કરી કે ધારાસભ્યોની યોગ્યતા અંગે શક્ય એટલો જલ્દી કોઈ નિર્ણય કરો અને વારંવાર ટાળવાનું બંધ કરો. સુપ્રીમ કોર્ટે વિધાનસભાના સ્પીરકર રાહુલ નાર્વેકરની કામગીરીની ફરી ટીકા કરતા ફટકાર લગાવી છે.

Maharashtra News: શિવસેનાના 16 ધારાસભ્યોની અયોગ્યતા મામલે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને લગાવી ફટકાર

Follow us on

Maharashtra News: શિવસેનાના 16 ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણયમાં સતત વિલંબ વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફરી એકવાર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરની કામગીરી ટીકા કરતા ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધિશ ડી.વાય ચંદ્રચુડે વિધાનસભા અધ્યક્ષને કડક શબ્દોમાં ધારાસભ્યોની યોગ્યતા પર તાત્કાલિક નિર્ણય કરવા કહ્યુ. વિધાનસભા અધ્યટક્ષને આવતા મંગળવાર સુધીમાં શિવસેના અને એનસીપીના ધારાસભ્યોની અયોગ્યતા અંગે સુનાવણીનો અંગે પ્રકાશ પાડવો જોઈએ. ચીફ જસ્ટિસ ચંદ્રચુડે નાર્વેકરને ચેતવણી આપી કે જો નિર્ણય નહીં કરે તો ચોક્કસ સમય મર્યાદાની અંદર સુનાવણી કરવાનો આદેશ કરવો પડશે.

સ્પીકર સુપ્રીમ કોર્ટની અવહેલના કરી રહ્યા છે: ચીફ જસ્ટિિસ, સુપ્રીમ કોર્ટ

શુક્રવારે સુનાવણીમાં ચીફ જસ્ટિસે સીધી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી. વિધાનસભા અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કરી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષને આ વાત ન સમજમાં ન આવે તો તુષાર મહેતા અને મહારાષ્ટ્રના વકીલ બંને તેમની સાથે બેસે અને તેમને પૂછો કે સુપ્રીમ કોર્ટ શું છે? તેને કહો કે અમારા આદેશનું પાલન કરવુ જોઈએ. ધારાસભ્યોની યોગ્યતા અંગે ચાલી રહેલી સુનાવણીને રોકીને શું તમે આગામી ચૂંટણીની રાહ જોઈ રહ્યા છો? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે આ નિર્ણય ચૂંટણી પહેલા લેવામાં આવે.

આ પણ વાંચો: Kenya News : સુરક્ષા કારણોસર કેન્યા એરવેઝની ફ્લાઈટનું યુકેના સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?

ધારાસભ્યોની અયોગ્યતા પર સુનાવણી

આ અગાઉ ગુરુવારે શિવસેનાના ધારાસભ્યોની અયોગ્યતા મામલે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર સામે સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન ઉદ્ધવ અને શિંદે જૂથના વકીલે તેમનો પક્ષ રાખ્યો. ઉદ્ધવ જૂથે તમામ ધારાસભ્યોની અયોગ્યતા મામલે એકસાથે સુનાવણીની માગ કરી રહ્યુ છે તો બીજી તરફ શિંદે જૂથ ઈચ્છે છે કે દરેક ધારાસભ્યોની અરજી પર અલગ અલગ સુનાવણી થવી જોઈએ. અઢી કલાકની લાંબી દલીલો બાદ વિધાનસભા અધ્યક્ષે 20 ઓક્ટોબરે આગામી સુનાવણી નિર્ધારિત કરી છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article