લો બોલો ! ટોકન વિના હવે દર્શન પણ નહિ, આ દેવીના દર્શન માટે ભક્તોએ ચૂકવવા પડશે પૈસા

|

Oct 03, 2021 | 1:12 PM

નાસિકના કાલિકા દેવી મંદિરના વહિવટકર્તાઓએ એક વિચિત્ર નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ હવે ભક્તોએ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે ફરજીયાત ટોકન લેવાનુ રહેશે. આ ટોકન માટે ભક્તોએ 100 રૂપિયા ચૂકવવાના રહેશે.

લો બોલો ! ટોકન વિના હવે દર્શન પણ નહિ, આ દેવીના દર્શન માટે ભક્તોએ ચૂકવવા પડશે પૈસા
kalika devi Temple trust will charge 100 rs token from devotees

Follow us on

Maharashtra : તમે દેશભરના મોટા મંદિર ટ્રસ્ટોની સમૃદ્ધિ વિશે ઘણું સાંભળ્યું હશે. તિરુપતિ અને શિરડીના મંદિરના ટ્રસ્ટો પાસે દાન કરવામાં આવેલા ભક્તોની સંપત્તિ અને સોના -ચાંદીના દાગીનાના વિશાળ સ્ટોક વિશે સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે. પરંતુ તમે ક્યારેય આ સમૃદ્ધ મંદિરોમાં ગરીબ વ્યક્તિઓ (Poor People)  પુજા કરી શકે નહિ એવુ સાંભળ્યુ છે ?

‘નો ટોકન, નો એન્ટ્રી ‘ પ્રશાસનના નિર્ણયથી ભક્તો નારાજ

બાલાજી અને સાંઈના મંદિરો પર રૂપિયાનો વરસાદ થયો છે, પરંતુ પૈસા માટે ક્યારેય આ મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા નથી. પરંતુ નાસિકના આ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ દેવી તરીકે ઓળખાતા આ કાલિકા દેવીના મંદિર પ્રશાસનના નિર્ણય મુજબ ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરવા માટે ટોકન (Token) ફરજીયાત લેવાનુ રહેશે. તેથી હવે આ ટોકન માટે ભક્તોએ 100 રૂપિયા ચૂકવવાના રહેશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

કોરોના સંક્રમણ ઘટતા મંદિરો ખોલવાની મંજુરી

કોરોનાવાયરસ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના મંદિરો (Maharashtra) બંધ હતા. પરંતુ રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ આઘાડી સરકારે મંદિર ખોલવાની મંજૂરી આપી છે. ત્યારે ભક્તો ખુશ હતા કે નવરાત્રિના અવસર પર દેવીના દર્શન કરી શકાશે, પરંતુ અચાનક મંદિર ટ્રસ્ટે 100 રૂપિયાનું ટોકન લીધા બાદ જ દર્શનની મંજૂરી આપવાનો નિર્ણય કરતા હાલ ભક્તો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

મંદિર પ્રશાસનના આ નિર્ણય પર ભક્તોએ રોષ વ્યક્ત કર્યો

નાસિકના આ મંદિરમાં કાલિકા દેવીના દર્શન માટે ઓનલાઈન સિસ્ટમથી પણ ભક્તો માટે 100 રૂપિયાનું ટોકન ઉપલબ્ધ થશે. આ માટે મંદિર પ્રશાસન દ્વારા ખાસ સોફ્ટવેર (Software) તૈયાર કરવામાં આવ્યું છે. દર્શન માટે ટોકન 100 રૂપિયા ભર્યા બાદ જ પ્રવેશ મળશે. મંદિર પ્રશાસનના આ નિર્ણય પર ભક્તોએ રોષ વ્યક્ત કર્યો છે.

આ મંદિર ચલાવવાનો ખર્ચ છે : મંદિર પ્રશાસન

આ સંદર્ભે, કાલિકા દેવી મંદિર ટ્રસ્ટે જણાવ્યુ હતુ કે, ‘કોવિડને કારણે પોલીસ પ્રશાસન સાથે ચર્ચા કર્યા બાદ, અમે નિયમોનું પાલન કરવા માટે ટોકન સિસ્ટમ શરૂ કરી છે. પરંતુ કોસ્ટ સોફ્ટવેર હોવાથી આ ચાર્જ ભક્તો (devotees) પાસેથી લેવામાં આવશે.વધુમાં કહ્યુ કે,ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો : NCB Drug Raids : શાહરૂખ ખાનનો પુત્ર આર્યન, બોલિવૂડ ડેબ્યૂ પહેલા આ વિવાદોનો પણ ભાગ રહી ચૂક્યો છે

આ પણ વાંચો :  અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, તૈયાર કરવામાં આવ્યો પ્રથમ સેગમેન્ટ

Published On - 1:11 pm, Sun, 3 October 21

Next Article