છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેની તમામ માંગણીઓ મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી, ત્રીજા દિવસે અનશન કર્યા પૂર્ણ

|

Feb 28, 2022 | 10:13 PM

મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ, ભાજપના સાંસદ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેએ આખરે ભૂખ હડતાળ સમાપ્ત કરી. ત્રણ દિવસ પછી તેમણે અનશન પાછા લિધા. મરાઠા આરક્ષણ માટે મુશ્કેલીઓ દૂર કરવા માટે અને મરાઠા સમાજ સબંધિત સાત માંગણીઓને લઈને સંભાજી રાજેએ અનશન શરૂ કર્યા હતા.

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેની તમામ માંગણીઓ મહારાષ્ટ્ર સરકારે સ્વીકારી, ત્રીજા દિવસે અનશન કર્યા પૂર્ણ

Follow us on

મહાવિકાસ આઘાડી સરકાર (Maharashtra maha vikas aghadi) દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ, ભાજપના સાંસદ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેએ  (Sambhaji Raje) આખરે ભૂખ હડતાળ સમાપ્ત કરી. ત્રણ દિવસ પછી તેમણે અનશન પાછા લિધા. મરાઠા આરક્ષણ માટે મુશ્કેલીઓ દૂર કરવા માટે અને મરાઠા સમાજ સબંધિત સાત માંગણીઓને લઈને સંભાજી રાજેએ અનશન (Hunger Strike) શરૂ કર્યા હતા. રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે, શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે અને સાંસ્કૃતિક પ્રધાન અમિત દેશમુખે સોમવારે (28 ફેબ્રુઆરી) મુંબઈના આઝાદ મેદાન ખાતે તેમના ઉપવાસ સ્થળ પર સંભાજી રાજે સાથે મુલાકાત કરી હતી. તેમની માંગણીઓ સ્વીકારવા લેખિત સંમતિ સાથે મહારાષ્ટ્ર સરકારનો પત્ર બતાવ્યો. એકનાથ શિંદેએ આ સ્વીકૃત માંગણીઓને જાહેરમાં વાંચી સંભળાવી. એકનાથ શિંદેએ આ પ્રસંગે કહ્યું કે, ‘સંભાજી રાજેએ માત્ર સાત માંગણીઓ કરી હતી. અમે તેમની સાથે કેટલીક વધુ માંગણીઓ ઉમેરી છે અને વધુ માંગણીઓ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.

આ અવસરે શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું કે કોઈ માગણી બાકી રહી નથી. આ તમામ માંગણીઓ પૂર્ણ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મહાવિકાસ આઘાડી વતી મંત્રી એકનાથ શિંદે દ્વારા આપવામાં આવેલી લેખિત ખાતરી બાદ સંભાજી રાજેએ ઉપવાસ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્ર સરકારે આપ્યું લેખિત આશ્વાસન, સંભાજી રાજેએ ઉપવાસ તોડ્યા

સાંસદ સંભાજી રાજેએ રાજ્ય સરકાર સમક્ષ સાત માંગણીઓ મૂકી હતી. પરંતુ લાંબા સમયથી આ માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા ટાળવામાં આવી રહી હતી. જેના કારણે સંભાજી રાજેએ મુંબઈના આઝાદ મેદાનમાં ઉપવાસ શરૂ કર્યા હતા. સોમવારે ઉપવાસનો ત્રીજો દિવસ હતો. આ દરમિયાન તેમનું બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું. તેમને સરકાર દ્વારા ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સંભાજી રાજેએ ચર્ચા કરવાની ના પાડી હતી. તેઓ સતત લેખિતમાં ખાતરી માંગી રહ્યા હતા કે તેમની માંગણીઓ સ્વીકારવામાં આવે. તેઓ પોતે ચર્ચા માટે ગયા ન હતા અને તેમના કેટલાક પસંદ કરેલા સાથીદારોને સરકારમાં મોકલ્યા હતા. આ પછી, ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલ, શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે અને સાંસ્કૃતિક પ્રધાન અમિત દેશમુખ આઝાદ મેદાન આવ્યા અને તેમને મળ્યા અને મહારાષ્ટ્ર સરકાર તરફના લેખિત ખાતરીઓને જાહેરમાં વાંચી સંભળાવી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ છે માંગણીઓ જેનો સ્વીકાર કરવામાં આવ્યો

આ પછી ત્રણેય મંત્રીઓએ સંભાજી રાજેને ઉપવાસ પાછા ખેંચવા વિનંતી કરી. માંગણીઓ સ્વીકારવામાં આવ્યા બાદ સંભાજી રાજેએ નાના બાળકના હાથમાંથી જ્યુસ પીને ઉપવાસ તોડ્યા હતા. સંભાજી રાજે સાથે તેમની પત્નીએ પણ ત્રણ દિવસથી કંઈ ખાધું ન હતું. સંભાજી રાજે તેમને પોતાના હાથે જ્યુસ પીવડાવીને ઉપવાસ તોડ્યા. જે માંગણીઓ સ્વીકારવામાં આવી છે તે છે –

  1. સંભાજી રાજેની માંગણીઓ સ્વીકાર્યા બાદ હવે એક મહિનામાં સારથી (કૌશલ્ય વિકાસ અને રોજગાર સંબંધિત કાર્યક્રમ) દ્વારા કૌશલ્ય વિકાસ સંબંધિત કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. સારથિ સંબંધિત જગ્યાઓ પણ 30 જૂન સુધીમાં ભરવામાં આવશે.
  2. અન્નાસાહેબ પાટીલ મહામંડળ માટે 100 કરોડનું ફંડ આપવામાં આવશે. લોનની મહત્તમ રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક 15 માર્ચ સુધીમાં કરવામાં આવશે.
  3. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ પાસેથી યાદી મળ્યા બાદ મુખ્યમંત્રીના હસ્તે છાત્રાલયો શરૂ કરવામાં આવશે.
  4. કોપર્ડીના કેસનો એડવોકેટ જનરલ દ્વારા ઉલ્લેખ કરવામાં આવશે એટલે કે આ કેસને બોર્ડમાં લાવવામાં આવશે.
  5. મરાઠા આરક્ષણ સંબંધિત આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસને લઈને દર મહિને બેઠક યોજવામાં આવશે. આ આંદોલનમાં ભાગ ન લેનારાઓ સામેના કેસ પાછા ખેંચવામાં આવશે. સીસીટીવી ફૂટેજ જોયા બાદ નિર્ણય લેવામાં આવશે.
  6. મરાઠા આંદોલનમાં માર્યા ગયેલા લોકોમાંથી 18 લોકોના પરિવારને નોકરી આપવામાં આવી છે. બાકીના લોકોને પણ નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  7. મરાઠા આરક્ષણ મુલતવી રાખવામાં આવે તે પહેલા પસંદગી પામેલા ઉમેદવારોની પોસ્ટની સંખ્યામાં વધારો કરીને ભરતી કરવાની માંગ કરવામાં આવી હતી. આ અંગેનો પ્રસ્તાવ એક મહિનામાં કેબિનેટ સમક્ષ લાવવામાં આવશે.

આ પણ વાંચો :  Mumbai : સંજય પાંડેની મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિમણૂક, CP સહિત આ અધિકારીઓની થઈ બદલી

Next Article