સમીર દાઉદ વાનખેડે તમે આ શું કર્યું ?, નવાબ મલિકે વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને ઉઠાવ્યા સવાલ

NCP નેતા નવાબ મલિક અને NCB અધિકારી સમીર વાનખેડે વચ્ચેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે હાલ મલિકે વાનખેડેની નિકાહની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સમીર દાઉદ વાનખેડે તમે આ શું કર્યું ?, નવાબ મલિકે વાનખેડેના નિકાહની તસવીર શેર કરીને ઉઠાવ્યા સવાલ
Nawab Malik and Sameer Wankhede
| Edited By: | Updated on: Nov 22, 2021 | 12:50 PM

Sameer Wankhede Case : NCP નેતા નવાબ મલિક અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) વચ્ચે આરોપ પ્રત્યા આરોપનો સિલસિલો યથાવત છે. NCP નેતા અને મહારાષ્ટ્રના લઘુમતી વિકાસ મંત્રી નવાબ મલિકે ફરી એકવાર NCB અધિકારી સમીર વાનખેડે પર નિશાન સાધ્યું છે. મલિકે ટ્વિટર પર સમીર વાનખેડેના નિકાહની તસવીર શેર કરી છે. જેમાં નવાબ મલિક (Nawab Malik) દાવો કરી રહ્યા છે કે સમીર વાનખેડે ઇસ્લામ અનુસાર લગ્નની વિધિ કરી રહ્યો છે.

તમે શું કર્યું, સમીર દાઉદ વાનખેડે !

નવાબ મલિક આ તસવીર શેર કરી છે જેમાં સમીર વાનખેડે લગ્નના પોશાકમાં અને કેપ પહેરીને ‘કુબૂલ હૈ’ કહેતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, નવાબ મલિકે રવિવારે મોડી રાત્રે સમીર વાનખેડેની તસવીર પોસ્ટ કરી હતી. ટ્વિટર પર સમીર વાનખેડેની તસવીર પોસ્ટ કરતા નવાબ મલિકે લખ્યું કે “… કબૂલ હૈ.. કબૂલ હૈ.. કબૂલ હૈ. તમે શું કર્યું, સમીર દાઉદ વાનખેડે !

વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે નવાબ મલિક પર વળતો પ્રહાર કર્યો

આ અગાઉ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની પત્ની અભિનેત્રી ક્રાંતિ રેડકરે (Kranti Redkar) બે ફોટા ટ્વીટ કર્યા હતા. આ તસવીરો સમીર વાનખેડે એક રેસ્ટોરન્ટ અને બારમાં જોવા મળે છે. પહેલા ફોટોમાં નવાબ મલિકના ટ્વિટનો સ્ક્રીન શોટ છે, બીજા ફોટોમાં ક્રાંતિ રાડકરે તે સમયની માહિતી આપી છે. આ સાથે તેણે નવાબ મલિક પર હુમલો કરવા માટે વારંવાર ‘ફેક’ શબ્દનો ઉપયોગ કર્યો છે.

ક્રાંતિ રેડકરે કહ્યું, “પ્રથમ ફોટો બાર હોવાનો દાવો કરે છે. બીજા ફોટામાં, સદગુરુ ફેમિલી રેસ્ટોરન્ટ અને બાર દેખાય છે એટલે ​​કે નવાબ મલિકનું કહેવું ખોટું છે કે આ એક બાર છે, પણ તે એક ફેમિલી રેસ્ટોરન્ટ પણ છે. ફરી એકવાર ‘ફેક’. આ લોકોનો કેટલીવાર પર્દાફાશ થવો જોઈએ ? તેઓ જવાબદાર હોદ્દા પર બેસીને આવા કામો કરે છે. આ બધું સમીર વાનખેડેનું નામ બદનામ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Maharashtra: રઝા એકેડમીના લોકો માત્ર કોંગ્રેસના શાસનમાં જ પોલીસ પર હુમલો કેમ કરે છે? દેવેન્દ્ર ફડણવીસે અમરાવતી હિંસા અંગે ઉઠાવ્યા પ્રશ્નો

આ પણ વાંચો: હિંસાનો માર્ગ છોડીને આત્મસમર્પણ કર્યું, હવે પોલીસની મદદથી પૂર્વ નક્સલવાદી મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક, ફિનાઈલની બ્રાન્ડ કરી લોન્ચ