મહારાષ્ટ્ર : ઠાકરે સરકાર 10 માર્ચ બાદ પડી ભાંગશે, BJP પ્રદેશ અધ્યક્ષના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો

|

Feb 13, 2022 | 1:57 PM

મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યુ કે, 10 માર્ચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ એવી સ્થિતિ આવશે કે મહા વિકાસ અઘાડી સરકારે સત્તા છોડવી પડશે.

મહારાષ્ટ્ર : ઠાકરે સરકાર 10 માર્ચ બાદ પડી ભાંગશે, BJP પ્રદેશ અધ્યક્ષના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો
CM Uddhav Thackeray and BJP President Chandrakant Patil (File Photo)

Follow us on

Maharashtra : 10 માર્ચ બાદ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (Maha Vikas Aghadi Govt) સરકારે સત્તા છોડવી પડશે અને તેના નેતાઓએ ઘરે બેસી જવું પડશે. આ સનસનીખેજ નિવેદન ભાજપના મહારાષ્ટ્ર અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આપ્યું છે. શનિવારે આપેલા આ નિવેદનમાં તેમણે મહા વિકાસ અઘાડી સરકારના પતનનું કારણ પણ આપ્યુ છે.

ચોંકાવનારા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો

તેમણે કહ્યુ છે કે, ઠાકરે સરકારમાં સામેલ લોકોમાં આંતરિક મતભેદ ચરમસીમાએ છે અને તેના નેતાઓ એક પછી એક જેલમાં જતા જોવા મળી રહ્યા છે. 10 માર્ચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ એવી સ્થિતિ આવશે કે મહા વિકાસ આઘાડી સરકારને સત્તા છોડવી પડશે.ચંદ્રકાંત પાટીલ પુણેની બાજુમાં આવેલા પિંપરી ચિંચવાડના પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા અને ભાજપના કાર્યકરો સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી પક્ષપાતી કાર્યવાહી અંગે ફરિયાદ કરી હતી. આ પછી, પત્રકારો સાથે વાત કરતી વખતે ચંદ્રકાંત પાટીલે આ ચોંકાવનારુ નિવેદન આપતા હાલ રાજકીય માહોલ ગરમાયો છે.

પ્રદેશ પ્રમુખના નિવેદનથી મહારાષ્ટ્રમાં ચર્ચાનો દોર શરૂ થયો

ચંદ્રકાંત પાટીલે કહ્યુ કે, જો આપણે અત્યારે મહા વિકાસ અઘાડી સરકારની હાલત જોઈએ તો કોઈ એવું તારણ કાઢી શકે છે કે આ સરકાર લાંબો સમય ટકવાની નથી. અઘાડીના નેતાઓ વચ્ચેના મતભેદો વધુ જોર પકડી રહ્યા છે. ત્યારે બે મંત્રીઓએ રાજીનામું પણ આપ્યું છે. પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ પછી રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે અનિલ દેશમુખ પાસેથી યાદી મેળવતા હતા, જ્યારે આ આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારે અનિલ દેશમુખે કહ્યું હતું કે તેઓ આ યાદી શિવસેનાના મંત્રી અનિલ પરબ પાસેથી મેળવતા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ ગંભીર મામલે પણ કોર્ટ ન્યાય આપશે

ઉપરાંત ચંદ્રકાંત પાટીલે કહ્યુ કે, IPS અધિકારી પરમબીર સિંહે કહ્યું છે કે સચિન વાજેને નોકરીમાં પુનઃસ્થાપિત કરવા માટે સીએમ ઉદ્ધવ ઠાકરે અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે દ્વારા તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. જો આઘાડી સરકારના નેતાઓ આ ગંભીર આરોપો પર નૈતિકતા અને સંવેદનશીલતા નહીં દાખવે તો આ મામલો ગુના સાથે જોડાયેલો છે. અનિલ દેશમુખ કેસમાં હાઈકોર્ટે જે રીતે CBI તપાસના આદેશ આપ્યા છે તે રીતે આ ગંભીર મામલે પણ કોર્ટ ન્યાય આપશે.

આ પણ વાંચો  : Maharashtra: મુંબઈ ક્રિકેટ એસોસિએશનનું મ્યુઝિયમ હવે આ NCP નેતાના નામથી ઓળખાશે, જાણો સમગ્ર વિગતો

Published On - 1:57 pm, Sun, 13 February 22

Next Article