Maharashtra: શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી અને આદિત્ય ઠાકરેના નજીક ગણાતા આ વ્યક્તિના ઘરે રેડ, સંજય રાઉતની પ્રેસ કોન્ફરન્સ પહેલા આયકર વિભાગ એક્શનમાં

|

Mar 08, 2022 | 1:33 PM

આ કાર્યવાહી પર ટિપ્પણી કરતા આદિત્ય ઠાકરેએ મુંબઈમાં પત્રકારોને કહ્યું કે આ મહારાષ્ટ્ર પર દિલ્હીનો હુમલો છે. અગાઉ પણ આવું બન્યું છે. જ્યાં ચૂંટણી નજીક આવે છે ત્યાં તેમના દરોડા શરૂ થઈ જાય છે.

Maharashtra: શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી અને આદિત્ય ઠાકરેના નજીક ગણાતા આ વ્યક્તિના ઘરે રેડ, સંજય રાઉતની પ્રેસ કોન્ફરન્સ પહેલા આયકર વિભાગ એક્શનમાં
IT department raids Rahul Kanal's house

Follow us on

મહારાષ્ટ્ર સરકારમાં પર્યટન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેના (Aaditya Thackeray) નજીકના સાથી રાહુલ કનાલના ઘરે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા ઈન્કમ ટેક્સ આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. રાહુલ કનાલ શિવસેનાની યુવા પાંખના નેતા અને શિરડી સાંઈ સંસ્થાનના ટ્રસ્ટી છે. આ સિવાય શિવસેના સાથે જોડાયેલા પદાધિકારીઓના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. રાહુલ કનાલ ઉપરાંત પરિવહન મંત્રી અને શિવસેના નેતા અનિલ પરબના સહયોગી સંજય કદમ (Sanjay Kadam) ના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. શિવસેનાના ઉપનેતા અને સ્થાયી સમિતિના પ્રમુખ યશવંત જાધવના ઘર પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવાની ઘટના હજુ તાજી જ હતી કે આજે (8 માર્ચ, મંગળવાર) સવારથી જ મુંબઈના વિવિધ સ્થળોએ શિવસેનાના પદાધિકારીઓના ઘરો પર આઈટી વિભાગે દરોડા પાડવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે શિવસેના સાંસદ સંજય રાઉતે જાહેરાત કરી છે કે તેઓ આજે સાંજે 4 વાગ્યે શિવસેના ભવન સામે ભાજપના નેતાઓ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે. આ પીસી પહેલા આવકવેરા વિભાગની આ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. છેલ્લી વખતે, જે દિવસે સંજય રાઉત તેમની પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, તે દિવસે EDએ મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. દાઉદની બહેન હસીના પારકરના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેના ભાઈ ઈકબાલ કાસકરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કહેવાય છે કે તેણે પોતાની પૂછપરછમાં નવાબ મલિકનું નામ લીધું હતું અને ત્યારબાદ EDએ લાંબી પૂછપરછ બાદ નવાબ મલિકની ધરપકડ કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આદિત્ય ઠાકરેએ આ દરોડા પર પ્રતિક્રિયા આપી, તેને કેન્દ્રનો હુમલો ગણાવ્યો

‘મહારાષ્ટ્ર દિલ્હી સામે ઝૂકશે નહીં, અટકશે નહીં’

આ કાર્યવાહી પર ટિપ્પણી કરતા આદિત્ય ઠાકરેએ મુંબઈમાં પત્રકારોને કહ્યું કે આ મહારાષ્ટ્ર પર દિલ્હીનો હુમલો છે. અગાઉ પણ આવું બન્યું છે. જ્યાં ચૂંટણી નજીક આવે છે અને તેમને હારનો ડર લાગે છે, ત્યાં તેમના દરોડા શરૂ થઈ જાય છે. હાલમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી છે. પશ્ચિમ બંગાળ, યુપી, હૈદરાબાદ દરેક જગ્યાએ તેમના દ્વારા આ થતુ રહ્યું છે. મહારાષ્ટ્ર દિલ્હી સામે ઝૂકશે નહીં અને અટકશે નહીં.

વહેલી સવારે દરોડા, શિવસેનાના અધિકારીઓ નિશાના પર

આજે સવારે આવકવેરા અધિકારીઓએ મુંબઈના બાંદ્રામાં શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી અને યુવા સેનાના અધિકારી રાહુલ કનાલના ઘરે દરોડા પાડ્યા હતા. રાહુલ કનાલનું આ ઘર બાંદ્રામાં ભાભા હોસ્પિટલની ગલીમાં નાઈન અલ્મેડા નામની ઈમારતમાં છે. હાલ રાહુલ કનાલના બિલ્ડિંગની આસપાસ સુરક્ષા ટીમના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રાહુલ કનાલ હાલમાં ઘરમાં છે કે નહીં, તેની માહિતી ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો : Women’s Day: મુંબઈના મહિલા પોલીસકર્મીઓને મોટી ભેટ, ફરજ ડ્યૂટીના સમયમાં કરાયો ઘટાડો

Next Article