મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ, પૂર અને ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 89ના મોત

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો છે, કેટલાક જિલ્લાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી પુરની સ્થિતિ સર્જાય છે, જેનાથી અત્યાર સુધીમાં 89 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ, પૂર અને ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 89ના મોત
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ, પૂર અને ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 89ના મોત
Image Credit source: ANI
| Edited By: | Updated on: Jul 13, 2022 | 5:47 PM

Maharashtra Rain: મહારાષ્ટ્ર (Maharashtra)માં સતત વરસાદ પડી રહ્યો છે. જેનાથી જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાય છે, છેલ્લા 24 કલાકમાં 5 લોકોના મોત થયા છે, કેટલાક જિલ્લામાં પુરની સ્થિતિના કારણે મૃત્યુઆંકની સંખ્યા વધીને 89 થઈ ગઈ છે. વરસાદ અને પુરથી 27 જિલ્લા પ્રભાવિત છે, 249 ગામમાં પણ આની અસર છે, 4 લોકો ગુમ થયા છે. જ્યારે 68 લોકો ઘાયલ થયા છે. આ સિવાય 44 ઘરમાં મોટું નુકસાન થયું છે, અત્યાર સુધી 7,796 લોકોને બચાવવામાં આવ્યા છે, 35 રાહત શિબિર ખોલવામાં આવી છ, રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 13 ટીમો પહેલેથી જ તૈનાત છે, જ્યારે SDRFની 3 ટીમો તૈનાત છે.

મુંબઈ અને તેના નજીકના વિસ્તારોમાં બુધવાર સવારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાય છે. અંધેરી સહિત કેટલાક વિસ્તારોમાં પણ પુરની સ્થિતિ સર્જાય છે, પોલીસે ત્યાં લોકોની અવરજવર અટકાવી દીધી છે.

 

 

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી

હવામાન વિભાગે (IMD) પૂણે, સતારા, સોલાપુર, સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં ચેતવણી જાહેર કરતા રાત્ર સુધીમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે, રત્નાગિરી, સિંધુદુર્ગ, ધુલે, નંદુરબાર, ઉસ્માનબાદ, ઔરંગાબાદ,બીડ અને નાસિક જિલ્લા માટે પણ આવી જ ચેતવણી જાહેર કરી છે.

 

વરસાદનો કહેર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને કચ્છ -સૌરાષ્ટ્ર વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી 14 લોકોના મોત થયા છે. 31,000 લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. વરસાદને કારણે 51 રાજ્ય ધોરીમાર્ગો અને 400થી વધુ પંચાયતના રસ્તાઓને પણ નુકસાન થયું છે.

પાલઘર અને રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કરાયું

મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી અનેક ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ભારે વરસાદને કારણે અનેક રીતે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં મુશળધાર વરસાદને (Maharashtra Rain) કારણે 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરમાં પાંચ લોકો તણાઈ જવાના સમાચાર છે. જેમાંથી 2ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 3 લોકો ગુમ છે. આ પાંચ લોકોમાં એક મહિલા પણ છે. મુંબઈને (Mumbai) અડીને આવેલા થાણે જિલ્લાના શાહપુરમાં છેલ્લા આઠ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળાઓ છલકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પૂરના (Flood ) પાણીનો અંદાજ ન આવવાને કારણે પાંચ લોકો તેમાં વહી ગયા હતા.