Maharashtra : કોરોનાની બીજી લહેરમાંથી પાઠ શીખીને મહારાષ્ટ્ર સરકારે દક્ષિણ આફ્રિકામાં (South Africa) મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટને(Omicron Variant) પગલે એગાઉથી જ તૈયારીઓ શરૂ કરી છે. ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને નવા નિયંત્રણો અને ગાઈડલાઈન(Guidelines) બહાર પાડવામાં આવી છે. એટલે કે, આ વખતે મહારાષ્ટ્ર માટે નવો વેરિયન્ટ ખતરો બને તે પહેલા જ રાજ્યએ કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે. શનિવારે જાહેર કરાયેલી ગાઈડલાઈનમાં નિયમો કડક કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, લગ્ન કે અન્ય કોઈ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરનારા અને કાર્યક્રમોમાં આવનાર મહેમાનોનું સંપૂર્ણ રસીકરણ જરૂરી છે.એટલે કે જોપ રિવારમાં લગ્ન છે, તો ખાનપાન, લાઇટિંગ અને મંડપની સજાવટ અને આ કાર્યક્રમમાં આવનાર તમામ મહેમાનોનું સંપૂર્ણ રસીકરણ થયેલુ હોવુ જોઈએ.
‘કાર્યક્રમમાં હોસ્ટ હોય કે ગેસ્ટ, વેક્સિનેશન મસ્ટ નોટ ફરગેટ’
આ સમાન નિયમો અન્ય કાર્યક્રમો પર પણ લાગુ થશે. એટલે કે કોઈપણ કાર્યક્રમનું ટિકીટ વગર આયોજન કરવામાં આવે છે,તો કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકોનું સંપૂર્ણ રસીકરણ (Vaccination) હોવું જરૂરી છે. તેવી જ રીતે, મોલ, રેલી, કોન્ફરન્સમાં, ફક્ત તે જ લોકોને પ્રવેશ મળશે જેમણે રસીકરણ પૂર્ણ કર્યું છે.
મુંબઈ લોકલ ટ્રેન અને બસ મુસાફરી માટે પણ વેક્સિનેશન જરૂરી
ઉપરાંત બસ, ટેક્સી, ઓટો રિક્ષા જેવી જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરી કરવા માટે પણ સંપૂર્ણ રસીકરણ હોવું જરૂરી છે. મુંબઈ લોકલ ટ્રેનમાં(Mumbai Local Train) મુસાફરી કરવા માટે, સંપૂર્ણ રસીકરણની શરત પહેલેથી જ લાગુ છે. જેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ રસીકરણ પ્રમાણપત્ર હોવું જરૂરી રહેશે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે શાળા-કોલેજ અથવા સંબંધિત સંસ્થાઓનું ફોટો આઈડી હોવું જરૂરી રહેશે. જેઓ કોઈપણ તબીબી કારણોસર રસી લેવામાં અસમર્થ હોય, તેઓએ તેના સંબંધિત કારણો સમજાવતું પ્રમાણપત્ર અથવા સંબંધિત તબીબી અહેવાલ સાથે રાખવાનું રહેશે.