Maharashtra : હવેથી હડતાળ પર નહિં જઈ શકે વીજ કર્મચારીઓ, સરકારે લાગુ કર્યો આ કાયદો

|

Mar 28, 2022 | 1:31 PM

રાજ્ય પ્રશાસને તેની સૂચનામાં સ્પષ્ટ કર્યું છે કે આ સરકારી વીજ કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓની સેવાઓ આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવે છે. તેથી તેમના હડતાળ પર જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Maharashtra : હવેથી હડતાળ પર નહિં જઈ શકે વીજ કર્મચારીઓ, સરકારે લાગુ કર્યો આ કાયદો
File Photo

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રની સરકારી વીજ કંપનીઓમાં (Government power company)કામ કરતા એન્જિનિયરો, ટેકનિશિયન, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને મજૂરોએ રવિવારે રાત્રે 12 વાગ્યાથી બે દિવસીય હડતાળ (28 અને 29 માર્ચ) પર જવાની જાહેરાત કરી હતી. પરંતુ રાજ્ય સરકારે મહારાષ્ટ્ર એસેન્શિયલ સર્વિસ મેન્ટેનન્સ એક્ટ-મેસ્મા  (Maharashtra Essential Services Maintenance Act-MESMA) લાગુ કરીને પાવર કંપનીઓના અધિકારીઓ-કર્મચારીઓ અને કામદારોને હડતાળ પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે હવે સૂચિત હડતાળ શરૂ કરવાની મનાઈ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ,રાજ્ય પ્રશાસને રવિવારે એક સૂચના જાહેર કરીને આ આદેશ જાહેર કર્યો છે.હાલ રાજ્ય સરકારમાં ઉર્જા મંત્રી ડૉ. નીતિન રાઉત (Dr.nitin raut)છે.

આ કારણે હડતાળ પર જવાની મનાઈ

રાજ્ય પ્રશાસને તેની સૂચનામાં સ્પષ્ટ કર્યું છે કે, આ સરકારી વીજ કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓની સેવાઓ આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવે છે. તેથી આ અધિકારીઓ અને કર્મચારીઓને મહારાષ્ટ્ર આવશ્યક સેવાઓ જાળવણી કાયદો લાગુ પડે છે. આવી સ્થિતિમાં તેમને હડતાળ પર જવાની મનાઈ છે.

સાથે જ ઉર્જા મંત્રી ડો.નિતીન રાઉતે ખાતરી આપી છે કે રાજ્યની વીજ કંપનીઓનું કોઈપણ સંજોગોમાં ખાનગીકરણ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા વીજ કંપનીઓના ખાનગીકરણના પ્રયાસોનો રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. વધતા જતા તાપમાન,ધો. 10 અને 12ની પરીક્ષા, વિવિધ પાકો માટે સિંચાઈની જરૂરિયાતોને કારણે રાજ્યના લોકોને સતત વીજ પુરવઠો મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખીને અધિકારીઓ, કર્મચારીઓ અને 10મી અને 12ની સૂચિત હડતાલ પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સરકાર વીજ કંપનીઓના કર્મચારીઓ સામે કાર્યવાહી પણ કરી શકે

તમને જણાવી દઈએ કે, રાજ્યની વિવિધ સરકારી વીજ કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારો તેમની વિવિધ માંગણીઓ માટે 28 માર્ચ અને 29 માર્ચ હડતાળ પર જવાના હતા. પરંતુ અચાનક રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આદેશ આપવામાં આવ્યો છે કે મેસ્મા હેઠળ હડતાળ પર જવા પર પ્રતિબંધ છે. હવે જો અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારો હડતાળ પર જાય તો તેઓ મેસા કાયદાનો ભંગ કરે છે. આ સાથે સરકાર તેમની સામે કાર્યવાહી પણ કરી શકે છે.

આ પણ વાંચો : મહા વિકાસ અઘાડીમાં એનસીપી વરરાજા, શિવસેના કન્યા અને કોંગ્રેસ છે જાનૈયા, બીજેપી સાંસદે ઠાકરે સરકારની આ રીતે ઉડાવી મજાક

Next Article