સતર્ક મહારાષ્ટ્ર : વધતા કોરોના કેસને પગલે આજે રાજ્ય સરકાર જાહેર કરશે નવી ગાઈડલાઈન, શું ન્યુ યર પાર્ટી રહેશે ફિક્કી ?

|

Dec 24, 2021 | 6:50 AM

ગુરુવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોવિડ-19 અને ઓમિક્રોનના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કોવિડ-19 ટાસ્ક ફોર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક યોજી હતી.

સતર્ક મહારાષ્ટ્ર : વધતા કોરોના કેસને પગલે આજે રાજ્ય સરકાર જાહેર કરશે નવી ગાઈડલાઈન, શું ન્યુ યર પાર્ટી રહેશે ફિક્કી ?
Maharashtra Gov. Issue new corona guideline

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોના(Corona)  અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનના (Omicron Varint) ઝડપથી વધી રહેલા કેસોને લઈને રાજ્ય સરકાર (Maharashtra government) એક્શનમાં જોવા મળી રહી છે.ગુરૂવાર રાતે મળેલી ઈમરજન્સી બેઠકમાં સાવચેતીના ભાગ રૂપે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન (Corona Guidelines) જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.ઉલ્લેખનીય છે કે, ક્રિસમસ અને ન્યુ યર સેલિબ્રેશનમાં (New year party) ઉમટતી ભીડને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈમરજન્સી બેઠકમાં મહત્વનો નિર્ણય

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

તમને જણાવવુ રહ્યુ કે, ગુરુવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM Uddhav Thackeray)  રાજ્યમાં કોવિડ-19 અને ઓમિક્રોનના કેસોની વધતા કેસને ધ્યાનમાં રાખીને રાત્રે કોવિડ-19 ટાસ્ક ફોર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સતત વધી રહેલા કોરોના અને ઓમિક્રોન કેસોને રોકવા અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

વધતા કોરોના કેસે તંત્રની ચિંતા વધારી

રાજ્યમાં સતત વધતા કોરોના કેસે તંત્રની ચિંતા વધારી છે. ગુરુવારે એક જ દિવસમાં રાજ્યમાં ઓમિક્રોનના 23 કેસ નોંધાયા હતા. આ સાથે જ ઓમિક્રોન કેસની સંખ્યા હવે 88 પર પહોંચી ગઈ છે. જ્યારે બુધવારે રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો ન હતો. જો કોરોના કેસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ગુરૂવારે કોરોનાના 1,179 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 23 કેસ ઓમિક્રોનના છે. ઉપરાંત કોરોનાને કારણે વધુ 17 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 66,53,345 થઈ ગઈ છે. સાથે જ મૃતકોની કુલ સંખ્યા 1,41,392ને પાર પહોંચી ગઈ છે.

મહા વિકાસ અઘાડી સરકાર સતર્ક

ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 615 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 17 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ માટે કુલ 6,81,17,319 સેમ્પલ લેવામાં આવ્યા છે. સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં સંક્રમણ ફેલાવવાનુ જોખમ વધુ રહે છે. ક્રિસમસ અને ન્યુ યર સેલિબ્રેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભીડ ઉમટતી જોવા મળે છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને રોકવા માટે હાલ મહા વિકાસ અઘાડી સરકાર સતર્ક જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Maharashtra Omicron: 23 નવા ઓમિક્રોન કેસ મળ્યા બાદ મહારાષ્ટ્રમાં ખળભળાટ, મુખ્યમંત્રી ઠાકરેએ બોલાવી ઈમરજન્સી બેઠક

આ પણ વાંચો : Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન

Next Article