ઓમિક્રોન વેરિયન્ટને પગલે સતર્ક મહારાષ્ટ્ર, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત

|

Dec 01, 2021 | 11:49 AM

ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પગલે અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ આદેશ બાદ મોટાપાયે ફ્લાઈટ્સ કેન્સલ થવાની સંભાવના છે.

ઓમિક્રોન વેરિયન્ટને પગલે સતર્ક મહારાષ્ટ્ર, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત
File Photo

Follow us on

Maharashtra : કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Variant) જોખમને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.હવેથી અન્ય રાજ્યમાંથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ રસીકરણ (Fully Vaccination) છતાં, RT-PCR ફરજિયાત કરવામાં આવતા મોટા પ્રમાણમાં મુંબઈની ફ્લાઇટ્સ રદ થવાની સંભાવના છે.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રાજ્ય કાર્યકારી સમિતિના અધ્યક્ષે કહ્યુ કે, “28 નવેમ્બરના ​​રોજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ જો કોઈપણ વધુ પ્રતિબંધોની (Prohibition) જરૂર પડશે તો તે પણ ભવિષ્યમાં લાગુ કરવામાં આવશે”. ડીસીપી ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) ના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર આવતા તમામ મુસાફરોની છેલ્લા 15 દિવસનો રેકોર્ડ પણ ચેક કરવામાં આવશે.

જોખમ ધરાવતા દેશોમાંથી આવતા લોકોને સાત દિવસ સુધી કોરોન્ટાઈન કરાશે

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) તમામ એરલાઈન્સ સાથે પ્રોફોર્મા શેર કરશે અને છેલ્લા 15 દિવસમાં મુસાફરી સંબંધિત માહિતી ઈમિગ્રેશન દ્વારા ક્રોસ-ચેક કરવામાં આવશે. મુસાફરો દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતી પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ,(Disaster Management ACT)  2005ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત જોખમ ધરાવતા દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેમના સ્ક્રીનીંગ માટે અલગ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવશે. આવા તમામ મુસાફરોએ ફરજિયાતપણે સાત દિવસની સંસ્થાકીય કોરોન્ટાઈન માં રહેવુ પડશે અને આ મુસાફરોને 2, 4 અને 7 દિવસે RT-PCR ટેસ્ટ કરાવવામાં આવશે.

મુસાફરોએ આગમન સમયે એરપોર્ટ પર ફરજિયાતપણે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે

આ સિવાય જો કોઈપણ પેસેન્જરનો ટેસ્ટ પોઝિટિવ આવશે તો તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. ઉપરાંત જો તમામ ટેસ્ટ નેગેટિવ આવે તો પણ પેસેન્જરે સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈનમાંથી પસાર થવું પડશે. જોખમ ધરાવતા દેશો સિવાયના કોઈપણ દેશના મુસાફરોએ આગમન સમયે એરપોર્ટ પર ફરજિયાતપણે RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.

 

આ પણ વાંચો : Maharashtra : આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ એક્શનમાં, મમતા બેનર્જીએ શિવસેના નેતાઓ સાથે કરી મુલાકાત

આ પણ વાંચો : Mumbai: CM મમતા બેનર્જીએ સિદ્ધિવિનાયક મંદિરમાં કરી પુજા-અર્ચના, શહીદ તુકારામ મેમોરીયલ પર આપી શ્રદ્ધાંજલિ

Published On - 8:57 am, Wed, 1 December 21

Next Article