Maharashtra FYJC Admission 2022: મહારાષ્ટ્રમાં 11માં ધોરણમાં પ્રવેશ શરૂ, પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન થશે, આ રીતે ફોર્મ ભરો

|

Jun 20, 2022 | 6:55 PM

Maharashtra FYJC Admission 2022: MHT FYJC પ્રવેશ 2022-23 પ્રક્રિયા માટે અરજી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ વેબસાઇટ 11thadmission.org.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

Maharashtra FYJC Admission 2022: મહારાષ્ટ્રમાં 11માં ધોરણમાં પ્રવેશ શરૂ, પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન થશે, આ રીતે ફોર્મ ભરો
Maharashtra FYJC Admission 2022

Follow us on

Maharashtra 11th Admission 2022: મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં હવે વિદ્યાર્થીઓ જુનિયર કોલેજ એટલે કે 11મા ધોરણમાં પ્રવેશ માટે તૈયારી કરી રહ્યા છે. જો કે, 10માનું પરિણામ જાહેર થાય તે પહેલા જ મહારાષ્ટ્રમાં 11માની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં 11મા ધોરણમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન 30 મેથી શરૂ થયા હતા. તે જ સમયે, હવે જે વિદ્યાર્થીઓ MHT FYJC પ્રવેશ 2022-23 પ્રક્રિયા માટે અરજી કરવા માગે છે તેઓ 11thadmission.org.in વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે.

બીજી તરફ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMRDA) ના વસઈ, પનવેલ (ગ્રામીણ) અને ભિવંડી વિસ્તારની શાળાઓને શૈક્ષણિક વર્ષ 2022-23 માટે FYJC કોમન એડમિશન પ્રક્રિયા (CAP)માં સામેલ કરવાની છે. આ પ્રદેશની શાળાઓએ ધોરણ 11ની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ પ્રદેશની શાળાઓએ ધોરણ 11ની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

જો તેઓ કોઈપણ ઓફલાઈન પ્રવેશ સ્વીકારશે તો ઉલ્લેખિત વિસ્તારો હેઠળ આવતી શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી, આ વિસ્તારોને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ હવે તેઓએ ફરી જૂના નિયમોનું પાલન કરવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

FYJC પ્રવેશ માટે કેવી રીતે થશે રજીસ્ટ્રેશન

  • FYJC એન્ટ્રેસ 2022 ની ઓફીશીયલ વેબસાઇટ 11thadmission.org.in પર જાઓ.
  • તમારો વિસ્તાર પસંદ કરો જેમ કે મુંબઈ MMR, નાસિક, પૂણે.
  • લોગિન આઈડી અને પાસવર્ડ માટે સાઈન-ઈન અથવા રજીસ્ટર બટન પર ક્લિક કરો.
  • લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.
  • એપ્લિકેશન ફોર્મનો પાર્ટ 1 ફીલ કરો.
  • ઓનલાઈન ફી ભરીને ફોર્મ લોક કરો.
  • મહારાષ્ટ્ર FYJC એડમિટ કાર્ડ સબમિટ કરો.

ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ હવે પાર્ટ 2નું ફોર્મ પણ ભરી શકાશે. જેમાં ધોરણ 10માં મેળવેલ માર્કસ ભરવાના રહેશે અને શાળાના વિકલ્પો પસંદ કરવાના રહેશે. નોંધનીય છે કે, ગયા વર્ષે 4 લાખથી વધુ બાળકોએ ધોરણ 11માં પ્રવેશ માટે અરજી કરી હતી.

Next Article