Maharashtra School Opening : મહારાષ્ટ્ર સરકારના આદેશ વિરુદ્ધ ખુલી અનેક શાળાઓ, જાણો શા માટે અંગ્રેજી શાળાઓના સંગઠને કર્યો બળવો

|

Jan 17, 2022 | 10:08 PM

મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટી એસોસિએશન (મેસ્ટા) એ ઔરંગાબાદના ગ્રામીણ ભાગોમાં લગભગ 250 શાળાઓ શરૂ કરવાનો દાવો કર્યો છે. મેસ્ટા પ્રમુખ સંજય તાયડે પાટીલના જણાવ્યા અનુસાર, નાગપુરમાં પણ 30 થી 40 શાળાઓ ખોલવામાં આવી હતી.

Maharashtra School Opening : મહારાષ્ટ્ર સરકારના આદેશ વિરુદ્ધ ખુલી અનેક શાળાઓ, જાણો શા માટે અંગ્રેજી શાળાઓના સંગઠને કર્યો બળવો
Symbolic Image

Follow us on

કોરોના સંક્રમણ (Corona) પર નિયંત્રણ લાવવા અને વિદ્યાર્થીઓને તેનાથી સુરક્ષિત રાખવા માટે મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) રાજ્યમાં શાળાઓને 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. પરંતુ છેલ્લા બે વર્ષથી શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઈન સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ અભ્યાસમાં પાછળ રહી જાય છે. આ તર્કના આધારે મહારાષ્ટ્ર ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટી એસોસિએશને (MESTA) શાળા શરૂ કરવાની મંજૂરી માંગી હતી. જો સરકાર દ્વારા માંગ નહીં સ્વીકારવામાં આવે તો 17 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની પણ આ સંગઠને ચેતવણી આપી હતી.

જ્યારે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો, ત્યારે સોમવારે (17 જાન્યુઆરી) વિવિધ શહેરો અને ગામડાઓમાં મેસ્ટા સાથે સંકળાયેલી કેટલીક શાળાઓ ખોલવામાં આવી હતી.

મેસ્ટાના પ્રમુખ સંજય તાયડે પાટીલે (Sanjay Tayde Patil) ઔરંગાબાદના ગ્રામીણ ભાગોમાં લગભગ 250 શાળાઓ શરૂ કરવાનો દાવો કર્યો છે. તેમના દાવા મુજબ નાગપુરમાં પણ 30 થી 40 શાળાઓ ખોલવામાં આવી હતી. મેસ્ટા તરફથી કહેવામાં આવ્યું છે કે વિવિધ શહેરોમાં કેટલી શાળાઓ ખોલવામાં આવી તેની વિગતો ટૂંક સમયમાં આપવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મેસ્ટાના પ્રમુખે શાળા ખોલવાની તરફેણમાં આપી આ દલીલ

શાળા ખોલવાના સમર્થનમાં, મેસ્ટા સંગઠનના સ્થાપક પ્રમુખ ડૉ. સંજય તાયડે પાટીલે જણાવ્યું હતું કે, “જાહેરાત મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ શરૂ થઈ છે. શહેરી ભાગોમાં પણ આઠમા ધોરણથી ઘણી શાળાઓ શરૂ કરવામાં આવી છે. કેટલીક શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

આ મુદ્દે સાંસદ સુપ્રિયા સુલેએ પણ અમારી સાથે ફોન પર વાતચીત કરી છે. તેમણે સરકારને પોતાનો અભિપ્રાય આપ્યો છે કે રાજ્યમાં તબક્કાવાર શાળાઓ શરૂ કરવી જોઈએ. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ આશ્વાસન આપ્યું છે કે શાળા શરૂ કરવા માટે ટૂંક સમયમાં બેઠક યોજવામાં આવશે.

મુંબઈ-દિલ્હી જેવા શહેરોમાં કોરોનાની સ્થિતિ ઠંડી, 15 દિવસમાં ખુલી શકે છે શાળાઓ

જણાવી દઈએ કે દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં કોરોના પોઝિટિવ રેટમાં ઘટાડો થયો છે. જેના કારણે શાળા શરૂ થવાની આશા વધી છે. જો કે, વધતા કોરોના સંક્રમણને જોતા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે આગામી 15 દિવસમાં સ્થિતિનો અભ્યાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એવા સ્થળોએ શાળાઓ ખોલવા અંગે નિર્ણય લેશે જ્યાં કોરોનાના દર્દીઓ ઓછા જોવા મળશે.

આ પણ વાંચો :  Corona Vaccine on Omicron: ઓમિક્રોન પર આવી રહી પહેલી સ્વદેશી વેક્સીન, મહારાષ્ટ્રમાં પુણેમાં થઈ રહી છે તૈયારી

Next Article