ભાજપની માંગ સામે મહારાષ્ટ્ર સરકાર ઝૂકી, બિલ ન ભરવા પર ખેડૂતોના વીજ જોડાણ નહી કપાય

|

Mar 15, 2022 | 7:41 PM

મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નીતિન રાઉતે  (Nitin Raut) મંગળવારે વીજળી બિલની ચુકવણી ન કરવાની સ્થિતિમાં ખેડૂતોના વીજ જોડાણ કાપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. એમણે એમ પણ કહ્યું કે જેમની વીજળી કપાઈ ગઈ છે, તેમનું કનેક્શન ફરીથી ચાલુ કરવામાં આવશે.

ભાજપની માંગ સામે મહારાષ્ટ્ર સરકાર ઝૂકી, બિલ ન ભરવા પર ખેડૂતોના વીજ જોડાણ નહી કપાય
Opposition leader Devendra Fadnavis & Energy Minister Nitin Raut

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાં  (Maharashtra Assembly Session) બીલ ન ચૂકવવાને કારણે ખેડૂતોના વીજ જોડાણ કાપી નાખવાના મહાવિકાસ આઘાડી સરકારના નિર્ણયનો ભાજપે આક્રમક વિરોધ કર્યો હતો. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis BJP) આ કાર્યવાહીને આકાશી આફતનો સામનો કરી રહેલા ખેડૂતો પર સુલતાની આફત ગણાવી હતી. આ મુદ્દે અત્યાર સુધી ચાર વખત ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આખરે, મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નીતિન રાઉતે મંગળવારે વીજળી બિલની ચુકવણી ન કરવાની સ્થિતિમાં ખેડૂતોના વીજ જોડાણ કાપવાનો નિર્ણય પાછો ખેંચી લીધો. એ પણ કહ્યું કે જેમની વીજળી કપાઈ ગઈ છે, તેમનું કનેક્શન ફરીથી ચાલુ કરવામાં આવશે. આગામી ત્રણ મહિના સુધી એટલે કે જ્યાં સુધી પાકની કાપણી ન થાય ત્યાં સુધી બિલ ન ભરાય તો પણ જોડાણ યથાવત રહેશે.

નીતિન રાઉતે કહ્યું કે ખેડૂતોએ ત્રણ કરોડ ગ્રાહકો ધરાવતી સરકારી વીજ વિતરણ કંપની મહાવિતરણને 34,000 કરોડ રૂપિયાની રકમ ચૂકવી નથી. આ કારણે મહાવિતરણ પર  9,176 કરોડ રૂપિયાનું દેવું છે અને  20,268 કરોડ રૂપિયાની જવાબદારી છે. વીજળી બિલની ચૂકવણી ન થવાને કારણે, મહાવિતરણ તેની જવાબદારીઓ પૂરી કરવામાં અસમર્થ છે.

‘સંકટના સમયે સાથ આપ્યો, હવે ક્યાં સુધી વીજળીનું બિલ માફ થશે?’

નીતિન રાઉતે કહ્યું કે, મહાવિતરણના કર્મચારીઓએ કોવિડના સમયગાળા દરમિયાન, ચક્રવાતી તોફાનો દરમિયાન પણ દિવસ-રાત કામ કર્યું હતું. આ દરમિયાન મહાવિતરણના ઘણા કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. ઘણા રાજ્યોમાં વીજ કાપ હતો, પરંતુ મહારાષ્ટ્રમાં વીજ પુરવઠો ચાલુ રહ્યો હતો. મહાવિતરણ ખેડૂતો માટે વિચારે છે. પરંતુ ગ્રાહકોએ એ પણ વિચારવું જરૂરી છે કે મહાવિતરણના કર્મચારીઓનો ખર્ચ, મહાવિતરણને રોજના ધોરણે ચલાવવાનો ખર્ચ. બેંકોની જવાબદારીઓ કેવી રીતે પૂરી થશે? જો બિલ ચૂકવવામાં ન આવે. આ મુશ્કેલીઓ વર્ણવતા ઉર્જા મંત્રીએ વિપક્ષના કડક વલણ સામે નરમ પડતા ખેડૂતોના વીજ જોડાણ પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. અને સ્પષ્ટ કર્યું હતું કે, આગામી ત્રણ માસ સુધી ખેડૂતોની વીજ બીલ નહીં ભરવાની સ્થિતિમાં પણ વીજળી નહી કાપવામાં આવે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

‘આઘાડી સરકાર ઝૂકી, ઝૂકાવવા વાળા જોઈએ’

ઉર્જા મંત્રી નીતિન રાઉતની આ જાહેરાત બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આ જાહેરાતને આવકારી છે. આ સાથે તેમણે મહા વિકાસ આઘાડી સરકાર પર કટાક્ષ કરતા એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે કહ્યું કે, ‘ઝૂકે છે અઘાડી સરકાર, ઝૂકાવવા વાળા જોઈએ. આખરે ગરીબ ખેડૂતોના હિત માટે મહાવિકાસ આઘાડી સરકારને ઝુકવું પડ્યું. ભાજપ ભવિષ્યમાં પણ એટલી જ તાકાત સાથે ખેડૂતોની સાથે ઉભી રહેશે.’

આ પણ વાંચો :  હિજાબ કેસમાં કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય અભિવ્યક્તિની સ્વતંત્રતાનો લાભ લેનારાઓને લપડાક, વકીલ ઉજ્જવલ નિકમનું નિવેદન

Next Article