Power Crisis : મહારાષ્ટ્રમાં સાત વીજળી ઉત્પાદન એકમ ઠપ્પ, ઉર્જા મંત્રી નીતિન રાઉતે સરકારને ગણાવી જવાબદાર

|

Oct 13, 2021 | 2:02 PM

મહારાષ્ટ્ર રાજ્યમાં પણ વિજળીની અછત જોવા મળી રહી છે. હાલ રાજ્ય 3,500 થી 4,000 મેગાવોટની વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે.

Power Crisis : મહારાષ્ટ્રમાં સાત વીજળી ઉત્પાદન એકમ ઠપ્પ, ઉર્જા મંત્રી નીતિન રાઉતે સરકારને ગણાવી જવાબદાર
Power Crisis in Maharashtra

Follow us on

Maharashtra Power Crisis :  સમગ્ર દેશમાં હાલ વીજળીનું સંકટ જોવા મળી રહ્યુ છે.ત્યારે મહારાષ્ટ્રમાં પણ હાલ વીજળીની અછત વર્તાય રહી છે. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે (Nitin Raut) જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર હેઠળ જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU) કોલ ઇન્ડિયા લિમિટેડ (CIL) ના નબળા સંચાલન અને આયોજનના અભાવને કારણે રાજ્ય 3,500 થી ચાર હજાર મેગાવોટ વીજળીની (Powe Crisis) અછતનો સામનો કરી રહ્યું છે.

કોના પાપે મહારાષ્ટ્રની જનતાએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે ‘મહારત્ન PSU’ અને અશ્મિભૂત કોલસાનું સૌથી મોટું ઉત્પાદક, CIL રાજ્યમાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે સમયસર કોલસો પૂરો પાડવા સક્ષમ નથી. જેને કારણે મહારાષ્ટ્ર સાડા ત્રણ હજારથી ચાર હજાર મેગાવોટ વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે. આ કોલ ઇન્ડિયાના (Coal India) અસંગઠિત કાર્ય અને આયોજનના અભાવનું પરિણામ છે, જેના કારણે મહારાષ્ટ્રની જનતાએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

કોંગ્રેસ નેતાએ વીજળી કંપનીઓ પર લગાવ્યો આરોપ

કોંગ્રેસી નેતાએ ‘કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ’ (Coastal Gujarat Power Limited) અને જેએસડબલ્યુ પર વીજળીના પુરવઠા અંગેના કરાર હોવા છતાં મહારાષ્ટ્રને વીજ પુરવઠો ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ અને જેએસડબ્લ્યુએ રાજ્યના વીજ એકમો સાથે 760 મેગાવોટ અને 240 મેગાવોટ (Mega watt) વીજ પુરવઠા અંગે કરાર કર્યો છે. છતા બંને કંપનીઓ દ્વારા મહારાષ્ટ્રને(Maharashtra)  વીજળી પૂરી પાડવામાં આવી નથી, જેના કારણે વીજળીની અછત સર્જાઈ છે. અમારી પાસે આ કંપનીઓ સાથે લાંબા ગાળાના કરાર છે અને તેમની પાસે પૂરતો સ્ટોક છે છતા રાજ્યને વીજળી પુરી પાડવામાં નથી આવી.

મહારાષ્ટ્રના કયા પાવર પ્લાન્ટમાં હાલ કેટલો કોલસો ?

-કોરાડી પાવર પ્લાન્ટમાં અડધો દિવસનો કોલસો છે.
-ખાપરખેડા પ્લાન્ટમાં લગભગ 1 દિવસ ચાલે તેટલો કોલસો છે.
-પારસ પ્લાન્ટમાં પણ લગભગ એક દિવસ માટે કોલસો હોય છે.
-ભુસાવલ પ્લાન્ટમાં લગભગ દોઢ દિવસનો કોલસો બાકી છે.
-ચંદ્રપુર પાવર પ્લાન્ટમાં લગભગ બે દિવસનો કોલસો બાકી છે.
-નાસિક પ્લાન્ટમાં લગભગ બે દિવસ ચાલે તેટલો કોલસો છે.
-પરલી પ્લાન્ટમાં 2 દિવસનો કોલસો પણ બાકી છે.
-મહારાષ્ટ્રમાં 27 એકમોમાંથી 7 વીજ ઉત્પાદન એકમો કોલસાની અછતને (Coal Crisis) કારણે બંધ છે.

 

આ પણ વાંચો : શું સમીર વાનખેડેની જાસૂસી કરવામાં આવી રહી છે ? ગૃહમંત્રી પાટીલે જાસૂસી અંગે આપી સફાઈ

આ પણ વાંચો : Mumbai Kurla Fire Broke Out : કુર્લાની સોસાયટીમાં ભીષણ આગ, 20 બાઈક બળીને ખાખ, ફાયર બ્રિગેડે આગ કરી કાબૂ

Published On - 2:02 pm, Wed, 13 October 21

Next Article