Maharashtra Corona Updates: નાગપુરે વધારી દેશની ચિંતા, પૂણેથી ટ્રેનિંગ લઈને આવેલા 12 પોલીસકર્મી કોરોના પોઝિટીવ

|

Sep 12, 2021 | 5:30 PM

નાગપુરથી 10 દિવસની તાલીમ માટે પૂણે ગયેલા 33 પોલીસકર્મીઓમાંથી 20 પોલીસકર્મીઓએ પાછા ફરીને કોરોના ટેસ્ટ કરાવ્યો. તેમાંથી 12 પોલીસકર્મીઓ કોવિડ 19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

Maharashtra Corona Updates: નાગપુરે વધારી દેશની ચિંતા, પૂણેથી ટ્રેનિંગ લઈને આવેલા 12 પોલીસકર્મી કોરોના પોઝિટીવ

Follow us on

નાગપુરે (Nagpur) માત્ર મહારાષ્ટ્રની જ નહીં પરંતુ સમગ્ર દેશની ચિંતા વધારી દીધી છે. 16 એમબીબીએસ (MBBS) વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાની તાજેતરની ઘટના બાદ હાલમાં જાણવા મળ્યું કે 12 પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ (Covid 19 Positive) આવ્યા છે. આ પોલીસકર્મીઓ 10 દિવસની તાલીમ માટે પૂણે ગયા હતા.

 

30 ઓગસ્ટના રોજ નાગપુર પોલીસ ટીમના તમામ 31 પોલીસ સ્ટેશનના દરેક ઈન્ટેલિજન્સ યુનિટમાંથી એક પોલીસ કર્મચારી અને સ્પેશિયલ યુનિટમાંથી બે એટલે કે કુલ 33 પોલીસ કર્મચારીઓ 10 દિવસની વિશેષ તાલીમ માટે પૂણે આવ્યા હતા.

 

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

તાલીમ પૂરી થયા બાદ તેઓ નાગપુર પરત ફર્યા. નાગપુર પરત ફર્યા બાદ આ તમામ પોલીસ કર્મચારીઓમાંથી એક કર્મચારીએ પોતાનામાં તાવ અને ઉધરસ જેવા કોરોનાના હળવા લક્ષણો જોયા. જ્યારે તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

 

પૂણેથી પરત આવેલા 20 પોલીસકર્મીઓએ ટેસ્ટ કરાવ્યા, 12 કોરોના પોઝિટિવ આવ્યા

પોલીસ કર્મચારીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પૂણે તાલીમ માટે ગયેલા બાકીના પોલીસકર્મીઓએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. પૂણે ગયેલા 33 પોલીસકર્મીઓમાંથી 20 પોલીસકર્મીઓએ ટેસ્ટ કરાવ્યો. તેમાંથી 12 પોલીસકર્મીઓ કોવિડ 19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

 

રસીના બંને ડોઝ લેવા છતાં આ લોકો કોરોના પોઝિટિવ આવ્યા

નાગપુર પોલીસની ટીમે સાવચેતીના ભાગરૂપે આ તમામ પોલીસકર્મીઓને અલગ રાખ્યા છે. ટ્રેનિંગ લેનાર 33 પોલીસકર્મીઓમાંથી 20 પોલીસકર્મીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. બાકીના લોકોનું આજે (12 સપ્ટેમ્બર, રવિવાર) ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ પોલીસ કર્મચારીઓ સાથે સંકળાયેલા લોકોનો પણ સંપર્ક, ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવશે.

 

આ કેસમાં સૌથી મહત્વની બાબત એ છે કે પોઝિટીવ મળેલા પોલીસ કર્મચારીઓએ રસીના બંને ડોઝ લીધા છે. જો કે પોઝિટિવ મળેલા પોલીસ કર્મચારીઓને કોઈ ખાસ સમસ્યા નથી. આમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.

 

કોરોનાથી ડોક્ટરો પણ ન બચી શક્યા, એમબીબીએસના 16 વિદ્યાર્થીઓને પણ થયો કોરોના 

નાગપુરમાં રસીકરણ બાદ પણ ફરી એમબીબીએસના પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. આ રીતે કોરોના પોઝિટિવ મળેલા એમબીબીએસ વિદ્યાર્થીઓની સંખ્યા વધીને હવે 16 થઈ ગઈ છે. કોરોના વાઈરસ વિરોધી રસીના બંને ડોઝ લીધા પછી પણ આ એમબીબીએસ વિદ્યાર્થીઓ  કોરોના પોઝિટિવ મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો :  શું દિલ્હીની નિર્ભયાની યાદ અપાવે છે મુંબઈની સાકીનાકા બળાત્કારની ઘટના? ક્યા પહોંચી તપાસ? મુંબઈ પોલીસ કમિશ્નરે જણાવી વિગત

 

 

આ પણ વાંચો :  Rain Updates : દિલ્હી સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, રાયગઢ, પૂણે સહિત મધ્ય મહારાષ્ટ્રમાં એલર્ટ

Next Article