Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી, 24 કલાકમાં 39,207 કેસ નોંધાયા, મૃત્યુઆંક 50ને પાર

|

Jan 18, 2022 | 11:26 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 હજાર 207 કેસ નોંધાયા છે. સોમવારથી આ આંકડો 8 હજારથી વધુ વધી ગયો છે. મંગળવારે મૃત્યુઆંક પણ 53 પર પહોંચ્યો હતો. સોમવારે મૃત્યુઆંક 24 થયો હતો.

Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી, 24 કલાકમાં 39,207 કેસ નોંધાયા, મૃત્યુઆંક 50ને પાર
Corona Cases In Maharashtra (Symbolic Image)

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના (Maharashtra Corona Update) એ ફરી એકવાર જોર પકડ્યું છે. મંગળવારે પણ કોરોનાના કેસ 40 હજારની નજીક પહોંચી ગયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,207 કેસ નોંધાયા છે. સોમવારથી આ આંકડો અચાનક 8 હજારથી વધુ વધી ગયો. મંગળવારે મૃત્યુઆંક પણ 53 પર પહોંચ્યો હતો. સોમવારે મૃત્યુઆંક 24 થયો હતો. એટલે કે, એક દિવસમાં મૃત્યુઆંક બમણાથી વધુ થઈ ગયો છે. હા, ઓમીક્રોનના કિસ્સામાં ચોક્કસપણે રાહત છે. સોમવારે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 122 કેસ નોંધાયા હતા, પરંતુ મંગળવારે ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો ન હતો. મુંબઈમાં કોરોના સંબંધિત સ્થિતિની વાત કરીએ તો મંગળવારે 6 હજાર 149 નવા કેસ નોંધાયા છે. આ સાથે 12 હજાર 810 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. એટલે કે નવા કોરોના દર્દીઓની તુલનાએ સાજા થનારા દર્દીઓની સંખ્યા બમણી છે. તે રાહતની વાત છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસો સતત ઘટી રહ્યા હતા, તેથી ચર્ચા શરૂ થઈ હતી કે હવે કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી રહી છે. અમારી સહયોગી ચેનલ TV9 ભારતવર્ષ ડિજિટલે આ અંગે રાજ્યના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. સુભાષ સાલુંખેને સવાલ કર્યો હતો.

તેમણે જવાબમાં એક મહત્વની વાત કહી હતી કે જ્યાં સુધી આખું અઠવાડિયું મૃત્યુઆંક ઘટે નહીં ત્યાં સુધી આવું કહેવું વહેલું ગણાશે. આવી સ્થિતિમાં, રાજ્યમાં મૃત્યુઆંક એક દિવસમાં અડધી સદીથી વધુ થયો અને ફરી ચિંતા વધી. આ રીતે રાજ્યમાં વર્તમાન મૃત્યુ દર વધીને 1.95 ટકા થઈ ગયો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મહારાષ્ટ્રમાં નવા દર્દીઓ કરતાં ઓછા દર્દીઓ સાજા થઈ રહ્યા છે, એટલે કે કોરોનાની ત્રીજી લહેર ચાલુ છે

બીજી નોંધનીય બાબત એ છે કે એક તરફ 39 હજાર 207 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે મંગળવારે કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 38 હજાર 824 રહી. રાજ્યમાં અત્યાર સુધીમાં 68 લાખ 68 હજાર 816 લોકો કોરોનાથી સાજા થયા છે. આ રીતે, હાલમાં રિકવરી રેટ 94.32 ટકા છે. રાજ્યમાં હાલમાં 23 લાખ 44 હજાર 919 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે અને 2960 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇનમાં છે. તેવી જ રીતે રાજ્યમાં અત્યાર સુધીમાં 72 લાખ 82 હજાર 128 લોકોના કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.

મુંબઈમા કોરોનાની પરીસ્થીતી આવી છે

મુંબઈની વાત કરીએ તો મંગળવારે કોરોનાના 6 હજાર 149 કેસ નોંધાયા હતા. એટલે કે સોમવારની સરખામણીએ અહીં થોડો વધારો થયો છે. સોમવારે મુંબઈમાં 5 હજાર 556 કેસ નોંધાયા હતા. BMC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે પણ 7 લોકોના મોત થયા છે.

આ રીતે, મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 16 હજાર 476 થઈ ગઈ છે. પરંતુ સારી વાત એ છે કે નવા કેસની સરખામણીમાં બમણા લોકો કોરોનાથી સાજા થયા છે. મંગળવારે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12 હજાર 810 હતી. હાલમાં મુંબઈમાં રિકવરી રેટ 94 ટકા છે.

 

આ પણ વાંચો :  Corona Third Wave: શું મહારાષ્ટ્રમાં કોરોનાની લહેર થંભી રહી છે? જાણો શું કહે છે નિષ્ણાંતો

Next Article