Maharashtra: સરકાર પર કોરોનાનું ગ્રહણ, 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો થયા સંક્રમિત, શું મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન થશે ?

|

Jan 01, 2022 | 12:09 PM

નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું, નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવું પડશે. મુખ્યમંત્રીએ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી. દૈનિક આંકડાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

Maharashtra: સરકાર પર કોરોનાનું ગ્રહણ, 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો થયા સંક્રમિત, શું મહારાષ્ટ્રમાં હવે લોકડાઉન થશે ?
Corona Cases In Maharashtra

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની (Corona Cases) સંખ્યા ઝડપથી વધી રહી છે. રાજ્યના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ, સાંસદ સુપ્રિયા સુલે, કેસી પાડવી, બાળ વિકાસ મંત્રી સહિત ઘણા ધારાસભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. વર્ષના અંતિમ દિવસે 8 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. તેમાંથી 5 હજારથી વધુ કેસ મુંબઈમાંથી (Mumbai) સામે આવ્યા છે. રાજ્ય સરકારે 31 ડિસેમ્બરની મધ્યરાત્રિથી કેટલાક કડક નિયંત્રણો લાદ્યા છે અને કાર્યક્રમોમાં હાજર લોકોની સંખ્યા મર્યાદિત કરી છે.

હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણને જોતા અજિત પવારે રાજ્યમાં વધુ કેટલાક નવા લોકડાઉન (Lockdown) જેવા કડક નિયંત્રણો લાદવાનો સંકેત આપ્યા છે.

નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પુણે નજીક કોરેગાંવ ભીમા ખાતે વિજય સ્તંભનું અભિવાદન કરતી વખતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. દરમિયાન, જ્યારે પત્રકારોએ તેમને રાજ્યમાં, ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં વધારા અંગે પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે રાજ્ય સરકારની ભૂમિકા પણ સ્પષ્ટ કરી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

રાજ્યમાં 10 મંત્રીઓ અને 20 થી વધુ ધારાસભ્યો કોરોના પોઝિટિવ
નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે પાંચ દિવસ સુધી સંમેલન કર્યું હતું. પરંતુ આ 5 દિવસમાં 10 મંત્રીઓ અને 20 થી વધુ ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેથી જનપ્રતિનિધિ હોય કે સામાન્ય નાગરિક, નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થયો
ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં વધારાનો ઉલ્લેખ કરતા અજિત પવારે કહ્યું કે, કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થયો છે. જો આ બે શહેરોમાં સંક્રમણ વધે છે તો તેનો ફેલાવો સમગ્ર રાજ્યમાં થવા લાગે છે. જો ચેપ આ ગતિએ વધતો રહેશે તો વધુ કડક નિયંત્રણો લાદવા પડશે.

નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવાનો સંકલ્પ કરો
અજિત પવારે કહ્યું, નવા વર્ષમાં રાજ્યને કોરોના મુક્ત બનાવવું પડશે. મુખ્યમંત્રીએ ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી. દૈનિક આંકડાઓ પર નજર રાખવામાં આવી રહી છે. તેની ઝડપનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જો કોરોના સંક્રમિતોના કેસો ચોક્કસ ગતિ કરતા વધુ ઝડપથી આવવા લાગે છે, તો કડક નિયંત્રણો લાદ્યા વિના બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં. તેવું ન થાય તે માટે સૌના સહકારની જરૂર છે. કોરોના સંબંધિત તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરો.

 

આ પણ વાંચો : Maharashtra: રાજ્યમાં ત્રીજી લહેરના એંધાણ, વધતા કેસને લઈને આરોગ્ય સચિવે આપ્યુ મોટુ નિવેદન

આ પણ વાંચો : Maharashtraના મંત્રી યશોમતી ઠાકુર પણ થયા કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 5 મોટા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં

Next Article