અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પાતુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજ્ય લઘુમતી કોંગ્રેસ સમિતિના સચિવ હાજી સૈયદ કમરૂદ્દીને (Haji Sayyed Kamruddin) આ ફરિયાદ કરી છે. સૈયદ કમરુદ્દીને કહ્યું છે કે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના નિવેદનથી સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન થયું છે. તેથી કંગના રનૌત સામે રાજદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ.
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ હાજી સૈયદ કમરુદ્દીને શુક્રવારે (19 સપ્ટેમ્બર)ના રોજ કંગના રનૌત વિરુદ્ધ પાતુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે પોલીસ ઈન્સ્પેક્ટર હરીશ ગવળી પાસે કંગના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવા માંગ કરી છે.
બોલિવૂડ ક્વીન કંગના રનૌત હાલમાં મહાત્મા ગાંધી પર પોતાના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. કંગનાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે તેના પર ઘણી ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે. કંગનાએ મંગળવારે (16 નવેમ્બર) પોતાના નિવેદનમાં કહ્યું કે મહાત્મા ગાંધીએ સુભાષ ચંદ્ર બોઝ અને ભગતસિંહની મદદ કરી ન હતી. આ સિવાય કંગનાએ કહ્યું કે જો કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ આગળ ફેરવવાથી આઝાદી મળતી નથી.
1947માં ભીખ માંગવામાં આઝાદી આપવામાં આવી હતી. વાસ્તવિક આઝાદી 2014માં મળી હતી. કંગનાના ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી આ પોસ્ટને લઈને ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
જ્યારે કંગનાના આ વિચારો પર ઘણી પ્રતિક્રિયાઓ આવવા લાગી અને તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો, ત્યારે તેણે કહ્યું, ‘મેં સ્પષ્ટપણે કહ્યું છે કે 1857ની ક્રાંતિ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતી, જેને દબાવી દેવામાં આવી હતી. આ પછી બ્રિટિશ રાજનો અત્યાચાર અને તેમની ક્રૂરતા વધી ગઈ. આના લગભગ સો વર્ષ પછી આપણને ભીખના રૂપમાં આઝાદી મળી.
ન્યૂઝ પેપરના આર્ટીકલનું જૂનું કટિંગ શેર કરતાં કંગના રનૌતે લખ્યું ‘1947માં એવું શું થયું હતું, આ કોઈ મને જણાવશે તો હું મારો પદ્મશ્રી એવોર્ડ પરત કરીશ. 1857માં કઈ લડાઈ લડવામાં આવી હતી તે આપણે જાણીએ છીએ. પરંતુ 1947માં કઈ લડાઈ લડવામાં આવી હતી, તે આપણે જાણતા નથી.’