Uddhav Thackeray Hospitalized: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલમાં થયા દાખલ, સર્વાઈકલ અને પીઠના દુખાવાથી છે પરેશાન

|

Nov 10, 2021 | 9:32 PM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ આગામી 3 થી 4 દિવસ રિલાયન્સ ગ્રુપની હરકિશનદાસ હોસ્પિટલમાં રહેશે. થોડા દિવસોથી ઉદ્ધવ ઠાકરેને ગરદનમાં દુખાવો થતો હતો.

Uddhav Thackeray Hospitalized: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલમાં થયા દાખલ,  સર્વાઈકલ અને પીઠના દુખાવાથી છે પરેશાન
Maharashtra cm uddhav Thackeray

Follow us on

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ આગામી 3થી 4 દિવસ રિલાયન્સ ગ્રુપની હરકિશનદાસ હોસ્પિટલમાં રહેશે. થોડા દિવસોથી ઉદ્ધવ ઠાકરેને ગરદનમાં દુ:ખાવો થતો હતો. આ પછી તેમણે સોમવારે ટેસ્ટ કરાવ્યો.

 

ટેસ્ટમાં જાણવા મળ્યું કે તેમને ગરદન પાસે કરોડરજ્જુમાં તકલીફ (Cervical and back pain) છે. જેની સારવાર માટે આજે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોના કહેવા મુજબ નાની સર્જરી કરવી પડશે. આ પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સ્વસ્થ થઈ જશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

ડો.શેખર ભોજરાજ તેમની સર્જરી કરશે. તેમના સ્વાસ્થ્યની તપાસ પણ આ જ એચએન રિલાયન્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. જ્યાં આજ તેઓ દાખલ થયા છે. ગયા સોમવારે થયેલા ચેકઅપ અને ટેસ્ટનો રિપોર્ટ જોયા બાદ ડૉક્ટરોએ સર્જરી કરવાનો નિર્ણય લીધો. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને આ પીડા છેલ્લા અઠવાડિયાથી શરૂ થઈ છે.

 

છેલ્લા કેટલાક દિવસોથી સીએમ ઉદ્ધવ ઠાકરે લોકોને ઓછા મળી રહ્યા છે

છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ ગરદન અને કરોડરજ્જુની સમસ્યાને કારણે ઘણા કાર્યક્રમો રદ કર્યા હતા. તેઓ લોકો સાથેની મુલાકાતો પણ ઘટાડી રહ્યા હતા. દિવાળીના દિવસે તેમના વર્ષા બંગલાની મુલાકાત લેનારાઓને પણ તેઓ ભાગ્યે જ મળતા. આ પીડા વધી રહી છે, તેથી હવે સર્જરી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

સીએમ ઉદ્ધવ ઠાકરેની મેડિકલ ટીમ સતત નજર રાખી રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર ઉદ્ધવ ઠાકરે નિષ્ણાતની દેખરેખ હેઠળ નિયમિતપણે અભ્યાસ કરી રહ્યા છે. તેઓ દરરોજ નિયત સમયે થોડો સમય માટે ટ્રેડ મિલ પર ચાલે છે. દિવાળી પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં તેમના નજીકના સહયોગીએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી સીએમની ગરદન અને કરોડરજ્જુનો દુખાવો સતત વધતો ગયો. તેનો સીએમ ઉદ્ધવ ઠાકરેએ ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોએ સર્જરી કરવાનો નિર્ણય લીધો. એક મેડિકલ ટીમ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.

 

સોમવારે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સાથે એક કાર્યક્રમમાં સર્વાઈકલ કોલર પહેરેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ 11 હજાર કરોડના ખર્ચે પંઢરપુરમાં બે હાઈવેના વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગળા પર સર્વાઈકલ કોલર લગાવીને જોડાયા હતા.

 

 

આ પણ વાંચો :  દાઉદ ઈબ્રાહિમનો નજીકનો વ્યક્તિ રિયાઝ ભાટી PM મોદીના કાર્યક્રમમાં કેવી રીતે પહોંચ્યો? ફડણવીસના આરોપ પર નવાબ મલિકનો પલટવાર

 

Next Article