VIDEO: મુખ્યપ્રધાન શિંદેની પત્નીએ તેમના જન્મદિવસ પર કર્યો અદભુત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ કહેશો ‘વાહ’

|

Feb 11, 2023 | 9:14 AM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સીએમ એકનાથ શિંદેનો જન્મદિવસ તેમના ગઢ થાણેથી અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર સુધી ઉજવવામાં આવ્યો હતો. સીએમના જન્મદિવસની ઉજવણીના વાતાવરણમાં તેમની શ્રીમતી લતા શિંદેએ પણ તક પર ડાન્સ કર્યો હતો.

VIDEO: મુખ્યપ્રધાન શિંદેની પત્નીએ તેમના જન્મદિવસ પર કર્યો અદભુત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ કહેશો વાહ
Lata shinde dance video goes viral

Follow us on

Viral Video : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો જન્મદિવસ 9 ફેબ્રુઆરીએ હતો. આ પ્રસંગે તેમના ગઢ થાણે સહિત રાજ્યભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. થાણે શહેરમાં તેમના નામે એક વિશાળ કેક તૈયાર કરવામાં આવી હતી. તેના પર સીએમ શિંદેની શાખા પ્રમુખથી મુખ્યમંત્રી બનવા સુધીની સફરને રેખાંકિત કરવામાં આવી હતી તો સીએમ શિંદેનો જન્મદિવસ  થાણેથી લઈને અમેરિકાના ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્ક્વેર સુધી ઉજવવામાં આવ્યો હતો. ઘણા કાર્યકરો અને નેતાઓએ સીએમ શિંદેને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. એટલુ જ નહીં સીએમ શિંદેના જન્મદિવસ પર લતા શિંદેએ જબરદસ્ત ડાન્સ પણ કર્યો હતો.

લતાતાઈએ જન્મદિવસની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા

આપને જણાવી દઈએ કે થાણેના વાગલે એસ્ટેટ સંકુલમાં મુખ્યમંત્રી શિંદેના જન્મદિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સીએમ શિંદેના ભાઈ પ્રકાશ શિંદેના માર્ગદર્શન હેઠળ થયો હતો. આ કાર્યક્રમ માટે ઓરકેસ્ટ્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ એકનાથ શિંદેના પત્ની લતાતાઈ શિંદે પણ હાજર રહ્યા હતા.

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

ઈન્ટરનેટ પર વીડિયો થયો વાયરલ

આ દરમિયાન મુખ્યપ્રધાન એકનાથ શિંદેની પત્ની પણ પાછળ રહ્યા નહી. આ પ્રસંગે તેણે દિલ ખોલીને ડાન્સ કર્યો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ માત્ર લોકોની રિક્વેસ્ટ પૂરી કરવા માટે ડાન્સ નથી કરી રહ્યા, પરંતુ તે પોતે પણ ડાન્સની મજા લઈ રહ્યા છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Published On - 7:58 am, Sat, 11 February 23

Next Article