Maharashtra: સીએમ ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી પૂર્ણ , તબીબોએ હાલત સ્થિર જણાવી

|

Nov 12, 2021 | 5:36 PM

ઠાકરેને બુધવારે ગરદનમાં દુખાવો વધતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અઠવાડિયે તેઓ એક ઈવેન્ટમાં 'સર્વાઈકલ કોલર' પહેરીને પણ જોવા મળ્યા હતા.

Maharashtra: સીએમ ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી પૂર્ણ , તબીબોએ હાલત સ્થિર જણાવી
Maharashtra Chief Minister Uddhav Thackeray (file photo)

Follow us on

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray spinal surgery) અહીં એચએન રિલાયન્સ હોસ્પિટલમાં કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ શુક્રવારે આ માહિતી આપી છે. સીએમઓએ હોસ્પિટલના તબીબ અજીત દેસાઈ અને શેખર ભોજરાજના હવાલાથી એક નિવેદનમાં જણાવ્યું કે ઠાકરેને સર્જરી બાદ વોર્ડમાં લાવવામાં આવ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે,  ડોક્ટરોનું કહેવું છે કે સર્જરી દરમિયાન તેમની સ્થિતી સ્થિર હતી અને હવે તેઓ હાલ ઠીક છે.  દેસાઈ કાર્ડિયોલોજિસ્ટ છે, જ્યારે ડૉ. ભોજરાજ સ્પાઈનલ સર્જન છે. ઠાકરેને બુધવારે ગરદનમાં દુખાવો વધતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અઠવાડિયે તેઓ એક ઈવેન્ટમાં ‘સર્વાઈકલ કોલર’ પહેરીને પણ જોવા મળ્યા હતા.

સીએમની તબિયત કેટલાક દિવસોથી સારી નહોતી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

છેલ્લા કેટલાક દિવસોથી, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ ગરદન અને કરોડરજ્જુની સમસ્યાને કારણે ઘણા કાર્યક્રમો રદ કર્યા હતા. તેઓ લોકો સાથેની મુલાકાતો પણ ઘટાડી રહ્યા હતા. દિવાળીના દિવસે તેમના વર્ષા બંગલાની મુલાકાત લેનારાઓને પણ તેઓ ઓછા જ મળ્યા હતા. સીએમને જ્યારે દુખાવો વધી ગયો તો ત્યાર બાદ સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

સીએમ ઉદ્ધવ ઠાકરેની મેડિકલ ટીમ સતત નજર રાખી રહી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરે નિષ્ણાતની દેખરેખ હેઠળ નિયમિતપણે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેઓ દરરોજ નિયત સમયે થોડો સમય  ટ્રેડ મિલ પર ચાલે છે. તેમના નજીકના સહયોગીએ દિવાળી પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી સીએમની ગરદન અને કરોડરજ્જુનો દુખાવો વધતો જ ગયો. તેનો સીએમ ઉદ્ધવ ઠાકરેએ ટેસ્ટ કરાવ્યો અને ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોએ સર્જરી કરવાનો નિર્ણય લીધો. એક મેડિકલ ટીમ મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.

સોમવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સાથે એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે  સર્વાઇકલ કોલર પહેરેલા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ 11 હજાર કરોડના ખર્ચે પંઢરપુરમાં બે હાઈવેના વિસ્તરણનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગળા પર સર્વાઈકલ કોલર લગાવીને જોડાયા હતા.

આ પણ વાંચો :  દેશમુખની વધી મુશ્કેલી ! PMLA કોર્ટે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 15 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલ્યા

Next Article