Maharashtra Breaking News : મુંબઈમાં 10 માં માળેથી નીચે પટકાઈ નવવધૂ, ડાળીઓમાં અટવાતાં બચ્યો જીવ !

મુંબઈના ભાંડુપ વિસ્તારમાં દસમા માળેથી નીચે પડેલી નવપરિણીત મહિલાનો જીવ ઝાડની ડાળીઓમાં અટવાઈ જવાથી બચી ગયો. ફાયર બ્રિગેડ અને મુંબઈ પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને મહિલાને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી.

Maharashtra Breaking News : મુંબઈમાં 10 માં માળેથી નીચે પટકાઈ નવવધૂ, ડાળીઓમાં અટવાતાં બચ્યો જીવ !
Newlywed Woman Falls From 10 Th Floor Bhandup
Image Credit source: X
| Updated on: Aug 27, 2026 | 1:25 PM

બુધવારે 26 ઓગસ્ટના રોજ સવારે 09:30 વાગ્યાની આસપાસ ભાંડુપના તુલશેતપાડામાં SRA બિલ્ડિંગના દસમા માળેથી પડી ગયેલી એક મહિલા ઝાડની ડાળીમાં ફસાઈ ગયા બાદ બચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને મુંબઈ પોલીસે બચાવ કામગીરી હાથ ધરીને તેને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. ઘણા પ્રયાસો બાદ ફાયર બ્રિગેડ તેને નીચે ઉતારવામાં સફળ રહી હતી. મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાનું નામ પ્રતિક્ષા હિવરલે (26) છે અને ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

લગ્નને માત્ર ચાર જ મહિના થયા છે

ડોક્ટરે જણાવ્યું છે કે મહિલાના ડાબા પગમાં ઈજા થઈ છે. ત્યારબાદ સર્જરી માટે તેને સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એમ એક મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના લગ્નને હજુ માત્ર ચાર જ મહિના થયા છે. હાલમાં તે સાયન હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મહિલાની તબિયત નાજુક

મહિલાની તબિયત નાજુક હોવાને કારણે પોલીસ હજુ સુધી તેનું નિવેદન નોંધી શકી નથી. આ અંગે પોલીસે તબીબો પાસેથી મેડિકલ એન્ડોર્સમેન્ટ પણ મેળવ્યું છે. મહિલાના પિયર પક્ષના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે મહિલા ભાનમાં આવ્યા બાદ અને તે સક્ષમ બન્યા પછી તેનું નિવેદન નોંધવામાં આવશે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લોકોએ માન્યા ભગવાનના આભાર

મુંબઈ જેવા મહાનગરમાં ઘણી વખત ઊંચી ઈમારત પરથી પડી જવાથી મૃત્યુ થયાની દુઃખદ ઘટનાઓ સામે આવે છે. તો, કેટલીક વખત ઊંચી ઈમારત પરથી કૂદીને જીવન ટૂંકાવવાની ઘટનાઓ પણ સામે આવી છે. જો કે જેની રક્ષા ભગવાન પોતે કરે છે, તેને કોઈ પણ વ્યક્તિ નુકસાન પહોંચાડી શકતી નથી એ કહેવત આજે ફરી એકવાર સાકાર થઈ છે. અકસ્માત જેવી દુર્ઘટનાઓમાંથી બચી જનારા અનેક લોકોને આપણે જોયા છે. હવે મુંબઈના ભાંડુપમાં બનેલી એક દુર્ઘટનામાં પણ આવો જ કિસ્સો જોવા મળ્યો છે.

Maharashtra Breaking News : ગર્લફ્રેન્ડને રેન્ક અપાવવા કર્યું પેપર લીક, બ્રેકઅપ થતાં પ્રેમીએ જ કર્યો કૌભાંડનો પર્દાફાશ !

 

Published On - 1:19 pm, Thu, 27 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.