ભાજપના સાંસદ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયન રાજે ભોસલે (Udayan Raje Bhosale) આજે (5 ફેબ્રુઆરી, શનિવાર) એનસીપીના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને (Ajit Pawar) મળ્યા હતા. આ બંને નેતાઓ વચ્ચે લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ બેઠક સાતારાના વિકાસ કાર્યોને લઈને થઈ હતી. આ મીટિંગ દરમિયાન અજિત પવારે ફોન પર જ ઘણા કામ પૂરા કર્યા. પરંતુ આ બેઠક પર કોઈ અન્ય કારણોસર લોકોની નજર બની રહી હતી. ચર્ચાઓ શરૂ થઈ રહી છે કે શું આ બેઠક માત્ર સાતારાના વિકાસના કામો માટે જ હતી? કે પછી ઉદયન રાજે એનસીપીમાં પ્રવેશવાનો રસ્તો શોધી રહ્યા છે? આવી સ્થિતિમાં ખુદ ઉદયન રાજે શું જવાબ આપે છે તે જાણવાની લોકોમાં ઉત્સુકતા હતી.
બેઠક પૂરી થતા જ ભાજપના સાંસદને પત્રકારોએ ઘેરી લીધા હતા. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ભાજપ છોડવાનું મન બનાવી રહ્યા છે ? NCPમાં પ્રવેશવા જઈ રહ્યા છે ? પરંતુ ઉદયન રાજેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ સાતારાના વિકાસ કાર્યોને લઈને નાયબ મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા. તેઓ તમામ પક્ષો માટે સમાન લાગણી ધરાવે છે. આ જવાબ બાદ આ ચર્ચા વધુ ગરમાઈ છે.
આ બેઠક સાથે જોડાયેલી બીજી ચર્ચા ગરમ છે. વાસ્તવમાં, ઉદયન રાજેના પિતરાઈ ભાઈ શિવેન્દ્ર રાજે ભોસલે સતારાના ધારાસભ્ય છે. બંનેની પાર્ટી ભાજપ છે, પરંતુ બંને ભાઈઓ વચ્ચે કોઈ મનમેળ નથી. આવી સ્થિતિમાં એવી ચર્ચા છે કે શું ઉદયન રાજે શિવેન્દ્રરાજેને ચેકમેટ આપી રહ્યા છે? જો ઉદયન રાજે નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ બદલી નાખશે તો બંને ભાઈઓ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે.
ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે પીસ્તાલીસ મિનિટથી વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. આ પછી ઉદયન રાજેએ મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું, ‘આ બેઠક સાતારાના વિકાસ કાર્યોને લઈને થઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ ઉકેલ લાવવાની ખાતરી આપી છે.
આ પછી, એનસીપીમાં પ્રવેશ સંબંધિત અટકળો પર, તેમણે કહ્યું, ‘સર્વ ધર્મ સમભાવની ભૂમિકા જે શિવાજી મહારાજે અપનાવી હતી, તેવી જ રીતે અમારી પણ સર્વ ધર્મ સમભાવની ભૂમિકા છે. સર્વ ધર્મ સમભાવ પર અમારો વિશ્વાસ છે.
આ પણ વાંચો : રિલાયન્સ જિયોના મુંબઈ ટેલિકોમ સર્કલમાં લોકો કરી રહ્યા છે સમસ્યાનો સામનો, યુઝર્સ કોલ કનેક્ટ કરી શકતા નથી