BMC Budget : મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી (Bombay Municipal Corporation) આગળ ધપાવવામાં આવી છે.આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાઉન્સિલર પ્રભાકર શિંદેએ (Prabhakar Shinde) BMC કમિશનરને BMC બજેટમાં કરવામાં આવેલી વધારાની જોગવાઈનો વિરોધ કરીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે,વર્ષ 2022-23 માટે BMCનું બજેટ (BMC Budget 2022) 3 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યુ હતુ.પરંતુ BMCની મુદત 7મી માર્ચે પૂરી થઈ રહી છે અને ચૂંટણી યોજાવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં પ્રભાકરે બજેટમાં વધારાની જોગવાઈ કરવાનો વિરોધ કર્યો છે.
શિંદે તમે પત્રમાં લખ્યું છે કે, BMCની વર્તમાન સંસ્થાનો કાર્યકાળ 7મી માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે. હજુ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. વોર્ડ પુનઃરચનાનું આખરી નોટિફિકેશન પણ બહાર આવ્યું નથી, તો બજેટમાં વધારાની જોગવાઈની શું જરૂર છે ? શિંદેએ તેમના પત્રમાં ઘણા પ્રશ્નો કરીને શિવસેનાને આડેહાથ લીધી છે, જેમ કે આ વધારાની જોગવાઈ સાથે કઈ મહત્વની અને તાકીદની બાબતો કરવી જોઈએ ? અને કોણે તેની ભલામણ કરી ?
શિંદેએ વધુમાં લખ્યું છે કે, જો કોઈ કમિટીની સામે રાખ્યા વિના કામ પસાર થઈ રહ્યું હોય તો તે મુંબઈકરોના પૈસાની લૂંટ છે જે ટેક્સ ભરે છે તેના પૈસાનો ખોટો વ્યય થઈ રહ્યો છે. સાથે શિંદેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આવા કૃત્યો કોઈને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવે છે. તેમણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને વિનંતી કરી છે કે બજેટ વધારાની જોગવાઈમાં મળેલા નાણાં BMC ચૂંટણી પછી જ ખર્ચવામાં આવે.
આ પહેલા રાજ્ય ચૂંટણી પંચે સંભાવના વ્યક્ત કરી હતી કે રાજ્યમાં કોવિડની કટોકટી બાદ મુંબઈ નગરપાલિકાના સભ્યોની સંખ્યામાં વધારો,તે બાદ વોર્ડના પુનર્ગઠનને કારણે સમયસર ચૂંટણી થાય તેવી સંભાવના નથી, જેથી આવા સમયે પ્રશાસકની નિમણુક કરવાની જરૂર પડી શકે છે.