Maharashtra Breaking News : નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા ટ્રેક્ટર તણાયું, સ્થાનિકોએ કેવી રીતે બચાવ્યો જીવ ? જુઓ Video

ભંડારા જિલ્લાના તુંમસર તાલુકોના માડગી ગામ નજીક આવેલી વૈનગંગા નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં બાંધકામ સામગ્રી લઈ જતું એક ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું. જોકે, સ્થાનિક રહેવાસીઓની સતર્કતાથી ટ્રેક્ટરમાં સવાર તમામ લોકોને બચાવામાં આવ્યા.

Maharashtra Breaking News : નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા ટ્રેક્ટર તણાયું, સ્થાનિકોએ કેવી રીતે બચાવ્યો જીવ ? જુઓ Video
Maharashtra Bhandara Wainganga River
Image Credit source: X
| Updated on: Jul 04, 2026 | 2:21 PM

ભંડારા જિલ્લાના તુંમસર તાલુકોના માડગી ગામ નજીક આવેલી વૈનગંગા નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં બાંધકામ સામગ્રી લઈ જતું એક ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું. જોકે, સ્થાનિક રહેવાસીઓની સતર્કતા અને સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીના કારણે ટ્રેક્ટરમાં સવાર તમામ લોકોને બચાવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ ટ્રેક્ટર અને તેમાં રહેલી બાંધકામ સામગ્રી પાણીમાં ડૂબી ગઈ છે.

સૂત્રો અનુસાર, વૈનગંગા નદી પર આવેલા રેલવે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું છે. આ કામ માટે જરૂરી બાંધકામ સામગ્રી ટ્રેક્ટર મારફતે નદીના પટમાંથી પસાર થઈ રહી હતી. દિવસભરનું કામ પૂર્ણ કર્યા બાદ ટ્રેક્ટર પરત ફરી રહ્યું હતું ત્યારે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો. ટ્રેક્ટર કિનારા તરફ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ પાણીનો પ્રવાહ સતત વધી રહેલો. વધતા પ્રવાહના કારણે ટ્રેક્ટર નદીની મધ્યમાં જ ફસાઈ ગયું.

સ્થાનિક લોકોએ દોરડાની મદદથી બચાવી જાન

ટ્રેક્ટર નદીની મધ્યમાં જ ફસાઈ જતા પરિસ્થિતિ વધુ ગંભીર બની. ટ્રેક્ટરમાં સવાર લોકો માટે જોખમ ઊભું થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ સ્થળ પર પહોંચ્યા અને દોરડાની મદદથી બચાવ કામગીરી હાથ ધરી. સતત પ્રયત્નો બાદ ટ્રેક્ટરમાં સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સ્થાનિક લોકોને સફળતા મળી. જોકે, ટ્રેક્ટર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જતાં સંપૂર્ણપણે ટ્રેક્ટર ડૂબી ગયું હતું.

પૂર્વ સૂચના આપ્યા વિના બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું હતું

ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓએ આરોપ છે કે ધપેવાડા બેરેજમાંથી પૂર્વ સૂચના આપ્યા વિના પાણી છોડવામાં આવ્યું હતું. વૈનગંગા નદીમાં અચાનક પાણીનું સ્તર વધી ગયું હતું. જેના કારણે આ ઘટના બની હતી. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર લોકોને બહાર ન કાઢવામાં આવ્યા હોત તો મોટી દુર્ઘટના થતી. લોકોએ વહીવટી તંત્ર વચ્ચે પૂરતા સંકલનના અભાવ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

જોકે, બેરેજમાંથી પાણી છોડવાના સમય, પૂર્વ સૂચના આપવામાં આવી હતી કે નહીં અને વહીવટી બેદરકારીના આક્ષેપો અંગે કોઈ સત્તાવાર નિવેદન અથવા સ્વતંત્ર પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી. સંબંધિત અધિકારીઓ તરફથી પણ આ મામલે વિગતવાર માહિતી આપવામાં આવી નથી.

સત્તાવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે

આ ઘટના ફરી એકવાર નદીના પટમાંથી ભારે વાહનોની અવરજવર અને અચાનક વધતા પાણીના પ્રવાહ સામે સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. સ્થાનિકોનું માનવું છે કે નદી વિસ્તારમાં ચાલી રહેલા કામ દરમિયાન પાણી છોડવાની સ્થિતિમાં અગાઉથી ચેતવણી આપવામાં આવે અને સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવવામાં આવે તો આવી ઘટનાઓને ટાળી શકાય. હાલ ઘટનાની વધુ વિગતો અને સત્તાવાર અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો, Ketan Agrawal Murder Case : સિયા-ચેતનને ન્યાયિક કસ્ટડી, શું હત્યાનું કાવતરું કોડેડ ભાષામાં રચાયું? ફોનમાંથી મળ્યા ગુપ્ત સંકેતો !

Follow Us