Maharashtra: કેબિનેટ બેઠકમાં સામેલ ન થયા અજીત પવાર, તબિયતનો આપ્યો હવાલો, શું શિંદે સરકારથી નારાજ છે પવાર? વાંચો

Maharashtra: મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી હલચલ જોવા મળી છે. સરકારમાં બધુ બરાબર ન હોવાનુ આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. ચર્ચાઓ એવી પણ છે કે ડેપ્યુટી સીએમ અજીત પવાર શિંદે સરકારથી નારાજ ચાલી રહ્યા છે અને આ તમામ વચ્ચે સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસ અચાનક દિલ્હી રવાના થયા છે.

Maharashtra: કેબિનેટ બેઠકમાં સામેલ ન થયા અજીત પવાર, તબિયતનો આપ્યો હવાલો, શું શિંદે સરકારથી નારાજ છે પવાર? વાંચો
| Edited By: | Updated on: Oct 04, 2023 | 12:50 AM

Maharashtra Politics: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવિસ દિલ્હીની મુલાકાતે છે. સીએમ શિંદે અને ફડણવીસ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. તો બીજી તરફ ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે આ દિલ્હી મુલાકાત પાછળ અજીત પવારની નારાજગી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો વધતુ દબાણ છે. રાજ્યના હાલની રાજકીય પરિસ્થિતિમને જોતા ફડણવિસ શિંદેની આ દિલ્હી મુલાકાત ઘણી મહત્વની મનાઈ રહી છે.

કેબિનેટ બેઠકમાં પણ હાજર ન રહ્યા અજીત પવાર

છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે ડેપ્યુટી સીએમ અજીત પવાર નારાજ છે. તે રાજ્યની કેબિનેટની બેઠકમાં પણ સામેલ ન થયા. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ચાલી રહી છે તે મંત્રીમંડળના વિસ્તરણ અને ગાર્જિયન મિનિસ્ટર પદને લઈને કંઈ સ્પષ્ટતા ન થતા શિંદે-ફડણવિસ પર એનસીપી તરફથી ઘણુ દબાણ છે. તેને જોતા જ બંને હાલ દિલ્હી ગયા હોવાની પણ અટકળો છે. કારણ કે રાજ્ય મંત્રીમંડળના વિસ્તાર માટે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા જરૂરી છે.

સંબોધન સમાપ્ત કર્યા બાદ તુરંત દિલ્હી રવાના થયા ફડણવિસ

આ તરફ ફડણવિસ ભાજપના એક કાર્યક્રમમાં હતા પરંતુ તેમણે તેમનુ સમાપન ભાષણ પણ નિર્ધારિત સમયથી અગાઉ આપ્યુ અને ત્યારબાદ તુરંત ત્યાથી દિલ્હી જવા રવાના થઈ ગયા. આપને જણાવી દઈએ કે દેવેન્દ્ર ફડણવિસે જણાવ્યુ હતુ કે ભાજપ રાજ્યના રાજનેતાઓનો મોટો ભાઈ છે. આથી મોટા ભાઈ તરીકે ભાજપે શિવસેના અને એનસીપી માટે બલિદાન દેવા તૈયાર રહેવુ જોઈએ.

આ પણ વાંચો: Ahmedabad: શાકભાજીના ભાવોમાં આવેલા એકાએક ઘટાડાથી ખેડૂતોને ફટકો, ટામેટાના ભાવમાં એકાએક આવ્યો ઘટાડો- Photos

સુપ્રીયા સુલેએ ત્રિપલ એન્જિનને લઈને કર્યો કટાક્ષ

આ તરફ અટકળો એવી પણ છે કે નારાજગીને કારણે અજીત પવાર કેબિનેટની બેઠકમાં સામેલ થયા ન હતા. ચર્ચા એવી છે કે અજીત પવાર જૂથના નેતા દેવગીરી આવાસ પર એક્ઠા થયા હતા. ત્યારે એનસીપી સાંસદ સુપ્રીયા સુલેને પણ જાણે બોલવાનો મોકો મળી ગયો છે અને તેમણે કટાક્ષ કર્યો કે રાજ્ય સરકારના ત્રણ એન્જિન પૈકી એક એન્જિન ખરાબ થઈ ગયુ છે અને એવી પણ ખબરો મળી છે કે તે દેવેન્દ્ર ફડણવિસને મળ્યા છે. તેમણે રાજ્યસરકારની ટીકા કરતા સવાલ કર્યો કે માત્ર ત્રણ જ મહિનામાં એન્જિન પરેશાન કેમ થઈ ગયુ?

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો