Maharashtra: અમરાવતી જિલ્લાના અચલપુર નજીક કંડલી (Kandli in amravati maharashtra) ગામમાં ગેસ સિલિન્ડરના વેરહાઉસમાં ભીષણ આગ (Fire in cylinders warehouse) ફાટી નીકળી હતી. આ આગ આજે (24 એપ્રિલ, રવિવાર) સવારે લાગી હતી. અત્યાર સુધીમાં 10 થી 11 સિલિન્ડરોમાં આગ લાગવાને કારણે વિસ્ફોટ થયાની માહિતી મળી છે. કંડલી ગામમાં જ ગેસ એજન્સીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. સિલિન્ડરના વિસ્ફોટનો અવાજ બે કિલોમીટર દૂરથી સંભળાયા હતો. સવારે 8 વાગ્યાની આસપાસ વિસ્ફોટનો પ્રથમ અવાજ સંભળાયો હતો. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. આ ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે.
આગની જ્વાળાઓ દૂરથી પણ જોઈ શકાય છે. આગના કારણે થયેલા વિસ્ફોટનો અવાજ બે કિલોમીટર દૂર સુધી સંભળાતો હતો. અમરાવતી જિલ્લાના પરતવાડામાં કંડલી ગ્રામ પંચાયતમાં એચપી ગેસ એજન્સીનું ગોડાઉન છે. આ જ વેરહાઉસમાં આજે સવારે આઠ વાગ્યે આગ લાગી હતી અને જોત જોતામાં એક પછી એક અનેક સિલિન્ડર ફાટ્યા હતા. આગની જાણ થતાં જ અચલપુર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. હાલ આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
अमरावती जिल्ह्यातील कांडली येथील सिलिंडरच्या गोदामाला भीषण आग. सिलिंडरच्या स्फोटाचा मोठा आवाज दोन किलोमीटरपर्यंत दणाणला. pic.twitter.com/2Z6UmQeUPS
— Govind Hatwar (@GovindHatwar) April 24, 2022
આજે સવારે આઠ વાગ્યે અચાનક જ જોરદાર વિસ્ફોટ થયો હતો. શરૂઆતમાં આજુબાજુના લોકો આનું કારણ સમજી શક્યા ન હતા. એક રીતે અરાજકતાનો માહોલ હતો. થોડી વાર પછી દૂર દૂરથી જ્વાળાઓ દેખાવા લાગી. આગ ગેસ સિલિન્ડરના વેરહાઉસમાં લાગી હતી. ગેસ સિલિન્ડર વેરહાઉસ હોવાના કારણે આગ લાગતાની સાથે જ સિલિન્ડર ફાટવા લાગ્યા હતા. એક પછી એક વિસ્ફોટોના અવાજો સંભળાતા હતા. આ વિસ્ફોટોના અવાજથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
વિસ્ફોટનો અવાજ બે કિલોમીટર દૂરથી સંભળાતો હતો. લોકો તરત જ ઘરની બહાર આવી ગયા હતા. ઘણા લોકોને આશંકા હતી કે બોમ્બ વિસ્ફોટ થયો છે. પરંતુ થોડા સમય બાદ ગેસના ગોદામમાં આગ લાગી હોવાનું સ્પષ્ટ થયું હતું. આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી. તેની જ્વાળાઓ ખૂબ જ ઉંચી થતી જોવા મળી હતી. હાલ આગની તીવ્રતા ઘટી છે. ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવામાં લાગી છે.
આ પણ વાંચો: Suratમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 54,005 ઉમેદવારો આપશે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા