Maharashtra: ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં પરમબીરસિંહ સાથે 6 કલાક સુધી ચાલી પુછપરછ, તેમની વિરૂદ્ધ 5 કેસ છે દાખલ

|

Nov 25, 2021 | 11:31 PM

પરમબીર સિંહના વકીલ રાજેન્દ્ર મોકાશીએ કહ્યું સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરતા અમે તપાસમાં પુરો સહયોગ કરી રહ્યા છે. આજે પોલીસની સામે હાજર થયા છે. તમામ સવાલોના જવાબ આપવામાં આવ્યા છે.

Maharashtra: ક્રાઈમ બ્રાંચ ઓફિસમાં પરમબીરસિંહ સાથે 6 કલાક સુધી ચાલી પુછપરછ, તેમની વિરૂદ્ધ 5 કેસ છે દાખલ
Parambir Singh

Follow us on

ઘણા લાંબા સમયથી ગુરૂવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Parambir Singh) ક્રાઈમ બ્રાંચ ઓફિસ પૂછપરછ માટે પહોંચ્યા. આ દરમિયાન પરમબીર સિંહની સાથે 6 કલાકથી વધારે સમય સુધી પૂછપરછ કરવામાં આવી. જાણકારી મુજબ ડીએસપી નીલોત્પલ અને તેમની ટીમે ગોરેગાંવમાં દાખલ વસુલીના એક કેસમાં તેમની પુછપરછ કરી છે. આ મામલે સિંહની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ થયું હતું અને થોડા દિવસ પહેલા તેમને ભાગેડુ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

 

 

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

પરમબીર સિંહના વકીલ રાજેન્દ્ર મોકાશીએ કહ્યું સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરતા અમે તપાસમાં પુરો સહયોગ કરી રહ્યા છે. આજે પોલીસની સામે હાજર થયા છે. તમામ સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. આગળ પણ જ્યાં જરૂર હશે, અમે તપાસમાં પુરો સહયોગ કરીશું. અન્ય કેસોમાં પણ પુરો સહયોગ કરવામાં આવશે.

 

પરમબીર સિંહે બુધવારે કહ્યું હતું કે ‘હું ચંદીગઢમાં છું’

પરમબીર સિંહે બુધવારે કહ્યું હતું કે તે ચંદીગઢમાં છે. ત્યારબાદ તેમને જાતે કહ્યું હતું કે તે મુંબઈ પોલીસની સામે હાજર થઈ તપાસમાં મદદ કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને મોટી રાહત આપતા તપાસમાં સહયોગ કરવાની શરત પર તેમની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

 

આ દરમિયાન કોર્ટમાં તેમના વકીલે કહ્યું હતું કે પરમબીર સિંહને સમગ્ર કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. જે અધિકારીઓને તેમણે ભ્રષ્ટાચાર માટે સજા કરી છે, તેઓ જ આજે ફરિયાદી બન્યા છે. કોર્ટમાં તેમના વકીલે એ પણ કહ્યું હતું કે મુંબઈમાં પરમબીરના જીવને ખતરો છે, તેથી તે શહેરની બહાર છે. અત્યાર સુધી તેમની વિરૂદ્ધ 5 કેસ દાખલ થઈ ચૂક્યા છે.

 

પરમબીરની વિરૂદ્ધ 5 કેસ દાખલ

સ્ટેટ સીઆઈડી અને થાણે પોલીસે પરમબીરની વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યુ છે. સિંહની વિરૂદ્ધ અત્યાર સુધી 5 કેસ દાખલ છે. જેમાંથી એકની તપાસ મુંબઈ પોલીસ, એકની તપાસ થાણે પોલીસ અને 3 કેસની તપાસ સ્ટેટ સીઆઈડી કરી રહી છે. તમને જણાવી દઈએ કે સરકારના ગૃહ વિભાગે પરમબીર સિંહની વિરૂદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે 7 સભ્યની એસઆઈટી ટીમ બનાવી હતી. આ ટીમની અધ્યક્ષતા ડીએસપી સ્તરના અધિકારી કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: શિયાળુ સત્ર પહેલા કોંગ્રેસની મહત્વની બેઠક, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું MSP, મોંઘવારી સહિત ઘણા મુદ્દા પર કેન્દ્રને ઘેરવાની યોજના

 

આ પણ વાંચો: Ahmedabad : યુવતીને રાજકીય પાર્ટીમાં હોદ્દો આપવાની લાલચ આપી આચરાયું દુષ્કર્મ, બે-બે વાર ગર્ભવતી પણ બનાવી

Next Article