મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત, 12 નવજાત શિશુનો પણ સમાવેશ

|

Oct 02, 2023 | 9:23 PM

નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. જેમાં 12 નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી હતી. જાણો આ મામલે સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું શું કહેવું છે.

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત, 12 નવજાત શિશુનો પણ સમાવેશ

Follow us on

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. જેમાં 12 નવજાત બાળકો પણ સામેલ છે. આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી હતી. મામલો શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલનો છે.

મળતી માહિતી મુજબ, હાફકિન ટ્રેનિંગ, રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ ઈન્સ્ટિટ્યૂટે દવાઓની ખરીદી બંધ કરી દીધી છે. જેના કારણે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં દવાઓની ભારે અછત જોવા મળી રહી છે. સમયસર દવાઓ ન મળવાના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે.

દર્દીઓને છેલ્લી ક્ષણે લાવવામાં આવ્યા હતા – સુપ્રિટેન્ડેન્ટ

આવી સ્થિતિમાં શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા છે. આ મામલે સરકારી હોસ્પિટલના અધિક્ષક એસ. આર. વાકોડેનો દાવો છે કે આ મૃતકોમાં વધારાના દર્દીઓ પણ સામેલ છે. દર્દીઓને છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ

‘દવાઓની અછત છે, દર્દીઓની સારવાર થઈ રહી છે’

તેમણે કહ્યું કે દવાઓની પણ અછત છે. તે જોતા દર્દીઓને નજીકમાં ઉપલબ્ધ દવાઓ લખી સારવાર આપવામાં આવી રહી છે. 70 થી 80 કિલોમીટરના વિસ્તારના દર્દીઓને ડો. શંકરરાવ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. રવિવારે 24 કલાકમાં 12 બાળકોના મોત થયા હતા. ટ્રાન્સફરને કારણે થોડી મુશ્કેલી આવી છે.

‘ગંભીર દર્દીઓ માટે અહીં દવાઓ ઉપલબ્ધ છે’

હાફકીન પાસેથી દવાઓની ખરીદી થવાની હતી. પરંતુ થઈ નથી. જેના કારણે થોડી મુશ્કેલી ઉભી થઈ છે. દર્દીઓની સંખ્યા વધવાને કારણે બજેટમાં પણ થોડો ઘટાડો થયો છે. દવાઓના અભાવે મૃત્યુ ક્યારેય થવા દેવાતું નથી. જરૂર જણાય તો સ્થાનિક સ્તરે દવાઓ ખરીદીને આપવામાં આવે છે. ગંભીર દર્દીઓ માટે અહીં બજેટ પ્રમાણે દવાઓ ઉપલબ્ધ છે.

હોસ્પિટલ વહીવટ અને સરકાર જવાબદાર – અશોક ચવ્હાણ

આ ઘટનાથી નાંદેડમાં ખળભળાટ મચી ગયો છે અને આ મામલે તપાસની માંગ ઉઠી છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કહ્યું, “મને આ સમાચારની જાણ થતાં જ હું તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો. અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. 70 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ. ઘટના ગંભીર છે. વધુ તપાસ થવી જોઈએ.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દવાઓ ઉપલબ્ધ નથી. અમે સરકાર પાસે દર્દીઓને દવાઓ અને સુવિધા આપવા માંગણી કરીએ છીએ. આ ઘટના માટે હોસ્પિટલ પ્રશાસન અને સરકાર જવાબદાર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઓગસ્ટમાં મહારાષ્ટ્રની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો હતો.

આ પણ વાંચો :Breaking News: મુંબઈના અંધેરીમાં મુકુંદ હોસ્પિટલ પાસે ATM સેન્ટરમાં ભીષણ આગ, કારણ હજુ પણ અકબંધ, જુઓ Video

આ મામલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અભિજીત બાંગરે કહ્યું હતું કે થાણેના કાલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓના મોત થયા છે. તેમાંથી 10 મહિલાઓ અને આઠ પુરૂષો હતા. તેમાંથી છ થાણે શહેરના, ચાર કલ્યાણના, ત્રણ સાહાપુરના, એક-એક ભિવંડી, ઉલ્હાસનગર અને ગોવંડી (મુંબઈમાં)ના હતા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article