મહારાષ્ટ્ર વિધાનસભા હરકતમાં: રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ ભાજપના આ 12 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવ્યુ

|

Feb 12, 2022 | 1:06 PM

અગાઉ ભાજપના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે સસ્પેન્શનની કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા હરકતમાં: રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ ભાજપના આ 12 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવ્યુ
Maharashtra Assembly (File Photo)

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રમાં ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન (BJP MLA Suspension)  પાછુ ખેંચી લેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે વિધાનસભાના (Maharashtra Assembly) અધ્યક્ષ રામરાજે નાઈક નિમ્બાલકરે આ જાહેરાત કરી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ આ ધારાસભ્યોના સસ્પેન્શનને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ. જોકે હવે આ 12 ધારાસભ્યોની વિધાનસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વિધાનસભા હરકતમાં

સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન આપીને વિધાનસભાએ ભાજપના આ 12 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચી લીધુ છે અને તેમની સદસ્યતા પુનઃસ્થાપિત કરી છે. ઉલ્લેખનીય છે કે આ ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના આ ધારાસભ્યોને વિધાન ભવન પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે આ 12 ધારાસભ્યોની વિધાનસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થવાથી આગામી સમયમાં તેમના તારાંકિત પ્રશ્નો, કૉલિંગ એટેન્શન મોશન અને અન્ય વ્યવસાય સંબંધિત દરખાસ્તો નાણાકીય સત્રમાં સ્વીકારવામાં આવશે. આ રીતે હવે આ તમામ ધારાસભ્યો વિધાનસભાની કામગીરીમાં ભાગ લઈ શકશે.

આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો

તમને જણાવી દઈએ કે વિધાનસભામાં ભાજપના આ 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં ચુકાદો આપ્યો અને સસ્પેન્શનની આ કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું હતુ કે વિધાનસભાને ધારાસભ્યોને 60 દિવસથી વધુ સમય માટે સસ્પેન્ડ કરવાનો અધિકાર નથી.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ સસ્પેન્શન રદ કરવામાં આવ્યુ

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના સંદર્ભમાં વિધાનસભાના અધ્યક્ષ રામરાજે નાઈક નિમ્બાલકર, ઉપાધ્યક્ષ નીલમ ગોરહે, વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવાલે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સાથે મુંબઈમાં મુલાકાત કરી હતી. તેમજ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય વિધાનમંડળના અધિકારોમાં હસ્તક્ષેપ કરવા જઈ રહ્યો છે, આ શબ્દોમાં રાષ્ટ્રપતિએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. આ પછી આ 12 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

સસ્પેન્ડ કરાયેલા 12 ધારાસભ્યોમાં આશિષ શેલાર, ગિરીશ મહાજન, અતુલ ભાતખાલકર, જયકુમાર રાવલ, સંજય કુટે, અભિમન્યુ પવાર, હરીશ પિંપલે, રામ સાતપુતે, પરહ અલવાણી, નારાયણ કુચે, કીર્તિકુમાર બગડિયા અને યોગેશ સાગરનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો : Maharashtra: કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી બચ્ચુ કડુને બે મહિનાની કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યો

Next Article