Maharashtra Lockdown Updates : મહારાષ્ટ્રમાં ફરીથી લાગશે લોકડાઉન ? જાણો CM ઉદ્ધવ ઠાકરેએ સ્વતંત્રતા દિવસ પર શું આપી ચેતવણી

|

Aug 15, 2021 | 4:08 PM

CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતુ કે, ઓક્સિજનની (Oxygen) ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને, હાલમાં લોકડાઉન સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે અને જ્યારે પણ ઓક્સિજનની ઉપલબ્ધતા ઘટશે, તે સમયે ફરીથી લોકડાઉન કરવામાં આવશે.

Maharashtra Lockdown Updates : મહારાષ્ટ્રમાં ફરીથી લાગશે લોકડાઉન ? જાણો CM ઉદ્ધવ ઠાકરેએ સ્વતંત્રતા દિવસ પર શું આપી ચેતવણી
CM Uddhav Thackeray (File Photo)

Follow us on

Maharashtra Lockdown Updates : સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) આજે ​​મંત્રાલયના આંગણમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. ઉપરાંત સ્વતંત્રતા દિવસે તેમણે રાજ્યના લોકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યુ કે, “સ્વતંત્રતા મેળવવા માટે પોતાનું જીવન બલિદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન.” વધુમાં કહ્યું કે મહાપુરુષોએ જ આપણને સ્વરાજ અને સ્વતંત્રતાનો અર્થ સમજાવ્યો છે.

સંબોધન દરમિયાન મુખ્યપ્રધાને ફરી એકવાર રાજ્યમાં કોરોનાની સ્થિતિ (Corona Condition) અંગે ચર્ચા કરી. જે અંગે વાત કરતા તેમણે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉનની ચેતવણી આપી. તેમણે કહ્યું હતુ કે,”રાજ્યમાં ફરીથી જરૂર પડશે તો લોકડાઉન (Lockdown) લગાવવામાં આવશે.”

મુખ્યપ્રધાને ફરીથી લોકડાઉનની ચેતવણી આપી

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “રાજ્યમાં કોરોનાનું સંકટ યથાવત છે, ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આરોગ્ય સુવિધાઓ વધારી રહ્યા છીએ. ઉપરાંત ઓક્સિજનની (Oxygen) ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને લોકડાઉન સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે અને જ્યારે પણ ઓક્સિજનની ઉપલબ્ધતા ઘટશે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવશે.”

આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) તેમના જાહેર સંવાદમાં સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે, જો કોરોના દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત 700 મેટ્રિક ટનથી વધશે તો રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં વેક્સિનેશનનો નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં રસીકરણની ઝડપ વધી છે. 14 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં સાડા નવ લાખ લોકોને વેક્સિન (Vaccine) આપવામાં આવી હતી. આ અત્યાર સુધીનો એક દિવસનો સૌથી મોટો રેકોર્ડ છે. ઉપરાંત કહ્યું કે, આપણે આપણા રાજ્ય અને દેશને કોરોના મુક્ત બનાવીને રહીશું.

 

આ પણ વાંચો: Maharashtra : રાજ્યના 68 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ પદક, CRPFના સુનિલ કાલેનું મરણોપરાંત કરવામાં આવ્યું સન્માન

આ પણ વાંચો: Maharashtra: ‘જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ED અને CBI લગાવી દેવાશે’, CM ઠાકરેના PAને વોટ્સએપ પર મળી ધમકી

Next Article