Maharashtra Bandh: ઉતરપ્રદેશના લખીમપુર ખેરી હિંસાની (Lakhimpur Kheri Violence) અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે.ખેરી હિંસાના વિરોધમાં મહા વિકાસ અઘાડી સરકારે 11 ઓક્ટોબરે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું છે. રાજ્ય બંધને પગલે મુંબઈ શહેરમાં સવારથી જ અસર જોવા મળી રહી છે. શહેરના રસ્તાઓ (Roads) પર વાહનોની સંખ્યા સામાન્ય કરતા ઓછી જોવા મળી હતી.ઉપરાંત શહેરમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવા બંધ જોવા મળી છે.
Maharashtra: Maha Vikas Aghadi that comprises of Congress, Shiv Sena, and NCP has called for a statewide bandh today in protest against the Lakhimpur Kheri violence that claimed the lives of 8 people including 4 farmers
Visuals from Bandra Reclamation area in Mumbai pic.twitter.com/57yOFikZLv
— ANI (@ANI) October 11, 2021
જબરદસ્તી દુકાનો બંધ કરવા પર ભાજપે સરકાર પર કટાક્ષ કર્યો
રાજ્યબંધને પગલે શહેરમાં દુકાનો ફરજીયાત પણે બંધ રાખવાને લઈને ભાજપના નેતા નિતેશ રાણેએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, જો સરકાર વેપારીઓને દુકાનો બંધ રાખવાની ફરજ પડશે તો ભાજપના કાર્યકરો (BJP Workers) રસ્તા પર ઉતરીને વિરોધ કરશે. ભાજપના કાર્યકરો તે દુકાનદારોને મદદ કરશે જેઓ તેમની દુકાનો ખુલ્લી રાખવા માંગે છે અને જેઓ તેમના વ્યવસાયને અસર કરવા માંગતા નથી. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ ડેરેકરે પણ રાજ્ય બંધ પર સવાલો ઉઠાવ્યા હતા.
વેપારીઓએ રાજ્ય બંધનો વિરોધ કર્યો હતો
મહા વિકાસ અઘાડી સરકારના નિર્ણયને પગલે રવિવારે પુણે,મુંબઈ,થાણેના વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉપરાંત વેપારીઓએ નક્કી કર્યું હતુ કે, તેઓ સોમવારે દુકાનો ખુલ્લી રાખશે. મુંબઈ વેપારી એસોસિએશન (Mumbai Trader Association) વતી વિરેન શાહે જણાવ્યુ હતુ કે, તેઓ ખેડૂતોની દુર્દશા સમજે છે, તેમને ટેકો આપે છે, તેમની સાથે સહાનુભૂતિ રાખે છે.પરંતુ વેપારીઓને આ બંધમાં જોડવા જોઇએ નહી.
બાદમાં દુકાનદારોએ ટેકો જાહેર કર્યો
જો કે બાદમાં મુંબઇ ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ વિરેન શાહે (Viren Shah) એક વીડિયો જાહેર કર્યો હતો કે, જેમાં તેમણે તમામ દુકાનદારો સાંજે 4 વાગ્યા સુધી દુકાનો બંધ રાખશે તેવું જણાવ્યુ હતુ.વધુમાં તેમણે જણાવ્યુ કે,વેપારીઓ શિવસેના અને મહાવિકાસ આઘાડી સરકારે કરેલા નિર્ણયનો અમલ કરશે. આવી સ્થિતિમાં દુકાનો સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખીને તેમને ટેકો આપવામાં આવશે અને સાંજે 4 વાગ્યા બાદ દુકાનો ખુલી જશે.
આવશ્યક સેવાઓ ખુલ્લી રહેશે
રાજ્ય બંધને પગલે મુંબઈ-થાણે સહિત મોટાભાગના શહેરોમાં અસર વર્તાશે.જેમાં નવી મુંબઈનું APMC બજાર પણ સોમવારે બંધ જોવા મળી રહ્યુ છે. આ APMC બજારમાંથી મુંબઈ સહિત નજીકના વિસ્તારોમાં શાકભાજી સપ્લાય (Vegetables Supplier) કરવામાં આવે છે. જેને કારણે શાકબાજી સપ્લાયરને પણ અસર થશે.સાથે સોલાપુર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ પણ આ બંધમાં સામેલ થશે. આ સિવાય નાસિક લાસલગાંવ, ધુલે, નંદુરબાર, મનમાડ, બારમતી બજાર સમિતિની બજાર સમિતિ બજાર પણ બંધ રહેશે. જો કે રાજ્યભરમાં હોસ્પિટલ, દવાઓની દુકાનો જેવી આવશ્યક સેવાઓ શરૂ રહેશે.
આ પણ વાંચો : Maharashtra Bandh: આજે ‘મહારાષ્ટ્ર બંધ’, શાકભાજીના પુરવઠાને અસર થશે, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?
આ પણ વાંચો : Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, ‘આર વેલ્યુ’ સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ
Published On - 11:42 am, Mon, 11 October 21