મુંબઈ પોસ્ટલ વિભાગે એન્ડ્રોઈડ આધારિત મોબાઈલ એપ્લિકેશન ‘નો યોર પોસ્ટમેન’ (know your postman app) લોન્ચ કરી છે. ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે લોકોને તેમના વિસ્તારના પોસ્ટમેનનું કામ હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને પૂછપરછ કરવી પડતી હોય છે અને આ કામમાં ઘણો સમય જતો હોય છે. આને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગે આ પહેલ શરૂ કરી છે. આ એપ વપરાશકર્તાને તેના વિસ્તાર, વિસ્તારનો પિન કોડ અને પોસ્ટ ઓફિસના નામ દ્વારા સર્ચ કરવા પર બીટ પોસ્ટમેનની માહિતી આપશે.
Maharashtra: Mumbai postal department launched android-based mobile application 'Know Your Postman' on the occasion of National Mails Day yesterday.
"Using this app, citizens can get details of their beat postman," said Swati Pandey, Postmaster General, Mumbai Region pic.twitter.com/VIzM2lNm7s
— ANI (@ANI) October 16, 2021
આ એપ્લિકેશન પોસ્ટ વિભાગ દ્વારા શનિવારે રાષ્ટ્રીય ડાક દિવસ પર લોન્ચ કરવામાં આવી છે. ઈવેન્ટને સંબોધતા, મુંબઈ પ્રદેશના પોસ્ટ માસ્ટર જનરલ, સ્વાતિ પાંડેએ જણાવ્યું હતું કે તમારા બીટ પોસ્ટમેનની વિગતો મેળવવા માટે મુંબઈ પોસ્ટલ પ્રદેશના ઈતિહાસમાં આ પ્રથમ એપ્લિકેશન છે. આ એપનો ઉપયોગ કરીને નાગરિકો તેમના બીટ પોસ્ટમેનની વિગતો મેળવી શકે છે.
મુંબઈ પોસ્ટલ રિજન દ્વારા બનાવવામાં આવેલી એપ્લિકેશન 16 ઓક્ટોબરથી ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીતમાં પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈ શહેરના 86,000થી વધુ વિસ્તારો અને ઉપનગરો આ એપના ડેટાબેઝમાં છે. તેમણે કહ્યું કે મુંબઈ એક વિશાળ પ્રદેશ છે, તેથી અમારા ડેટાબેઝમાં તમામ વિસ્તાર ઉમેરવામાં સમય લાગશે. પરંતુ હાલમાં ડેટાબેઝમાં અમારી પાસે 86,000થી વધુ વિસ્તારો છે.
‘નો યોર પોસ્ટમેન’ એપ્લિકેશન સ્થાનિક પોસ્ટમેન, તેનું નામ, ફોન નંબર, ફોટો અને પોસ્ટ ઓફિસના નામ વિશે માહિતી આપશે. આ કાર્યક્રમ મહારાષ્ટ્રની મુંબઈ પ્રેસ ક્લબમાં યોજાયો હતો. મુંબઈ પોસ્ટલ વિભાગનું આ પગલું ખૂબ સરાહનીય છે. પોસ્ટ વિભાગ પણ ડીજીટલાઈઝેશનમાં પોતાનું કદ વધારી રહ્યો છે. ત્યારે આ નવી શરૂઆત દરેક પ્રદેશ માટે પ્રેરણાદાયક બની રહેશે.