અંગનાને બચાવવા કંગનાની જહેમત, સિવિલ કોર્ટે નાં પાડી તો પહોંચશે બોમ્બે હાઇકોર્ટને દ્વાર

|

Dec 24, 2020 | 5:57 PM

લાગે છે કે બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી કંગના રનૌત અને મુસીબત વચ્ચે પાક્કી મિત્રતા થઇ ગઈ છે. એક પછી એક મુસીબત કંગનાના જીવનમાં આવતી જ રહે છે. તાજેતરમાં કંગનાના જીવનમાં વધુ એક મુસીબત આવી પડી છે. જેને કારણે કંગના હવે બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવા મજબુર બની છે. મુંબઇ સિવિલ કોર્ટે કંગનાના મકાન તૂટતું બચાવવા માટેની તેમની […]

અંગનાને બચાવવા કંગનાની જહેમત, સિવિલ કોર્ટે નાં પાડી તો પહોંચશે બોમ્બે હાઇકોર્ટને દ્વાર

Follow us on

લાગે છે કે બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી કંગના રનૌત અને મુસીબત વચ્ચે પાક્કી મિત્રતા થઇ ગઈ છે. એક પછી એક મુસીબત કંગનાના જીવનમાં આવતી જ રહે છે. તાજેતરમાં કંગનાના જીવનમાં વધુ એક મુસીબત આવી પડી છે. જેને કારણે કંગના હવે બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવા મજબુર બની છે.

મુંબઇ સિવિલ કોર્ટે કંગનાના મકાન તૂટતું બચાવવા માટેની તેમની અરજી નામંજૂર કરી છે. જેને કારણે હવે કંગનાએ બોમ્બે હાઇકોર્ટ જવાનો નિર્ણય કર્યો છે. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ આ વિષયમાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,


“‘હા, મારા ક્લાયન્ટ મિસ કંગના રનૌતની ડીબી બ્રિઝ બિલ્ડિંગ વિશે કોર્ટમાં કરેલી વચગાળાના રક્ષણ માટેની અરજી રદ કરવામાં આવી છે. હવે અમે આ બાબતને બોમ્બે હાઇકોર્ટમાં લઈ જઈશું.”

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2018થી આ મામલો 
જયારે દિંડોશી સિવિલ કોર્ટમાં કંગનાની અરજીને રદ કરી દેવામાં આવી ત્યારે કંગના કે એમના વકીલ બંનેમાંથી કોઈ હાજર નહોતું. આ બાબત 2018માં શરુ થઇ હતી, બીએમસીએ કંગનાને નોટિસ પણ મોકલી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે કંગનાએ તેના ખાર એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામ કર્યુ છે.જે નોટિસનો જવાબ કંગના એ 2019માં આપ્યો હતો. પોતાના ઘરને બચાવવાની કાનૂની લડાઈ હાર્યા બાદ હવે કંગના હાઇકોર્ટના સહારે જવાની છે. કંગના અને વિવાદ આ દિવસોમાં એકબીજાના પર્યાય બની ગયા છે અને કંગનાની તકલીફો ઓછી થવાનું નામ જ નથી લેતી.

Published On - 5:56 pm, Thu, 24 December 20

Next Article