Aryan Khan Drugs Case : 2 ઓક્ટોબરના રોજ NCBએ સમીર વાનખેડેના નેતૃત્વમાં ક્રુઝ ડ્રગ્સ પાર્ટી પર દરોડા પાડીને આર્યન ખાન સહિત 8 લોકોની દરપકડ કરી હતી. NCBએ કથિત રીતે કોકેઈન, MDMA, ચરસ અને 1,33,000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હોવાનો દાવો કર્યો હતો. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત આઠ લોકોને સ્થળ પર જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ કેસને લઈને હાલ જસ્ટિસ લોકુરે સવાલ ઉઠાવ્યા છે.
આર્યન ડ્રગ્સ કેસને લઈને જસ્ટિસ લોકુરે કર્યો કટાક્ષ
એક વિમોચન કાર્યક્રમમાં જસ્ટિસ લોકુરે (Justice Lokure) કહ્યુ “તમને નવાઈ લાગશે, મેં આજે તપાસ કરી તો જાણવા મળ્યું કે આવા 28 લાખ કેસ પેન્ડિંગ છે જ્યાં આરોપી ફરાર છે અને જો દરેક કેસમાં માત્ર એક જ આરોપી સંડોવાયેલો હોય તો 28 લાખ લોકો ફરાર છે.
ન્યાયતંત્ર શું કરી રહ્યું છે ?
વધુમાં લોકુરે કહ્યું કે, “22 લાખ સાક્ષીઓ એવા છે કે જેઓ કોર્ટમાં (Court) હાજર થયા નથી. કેસો મુલતવી રાખવામાં આવી રહ્યા છે. તેના વિશે ન્યાયતંત્ર શું કરી રહ્યું છે ? એન્કાઉન્ટર છેલ્લું સ્ટેજ માનવામાં આવે છે. પરંતુ મારા મતે, તે બીજો તબક્કો છે. જ્યારે વ્યક્તિ, પીડિત, સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે.”
સુધારણાનો તબક્કો પૂરો થઈ ગયો છે
લોકુરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સુધારણાનો તબક્કો પૂરો થઈ ગયો છે, ન્યાયિક પ્રણાલીને સંપૂર્ણ રીતે બદલવાની જરૂર છે. આપણે અહીંથી ક્યાં જઈ રહ્યા છીએ તેની ચર્ચા વધુ વ્યાપક હોવી જોઈએ. દેશમાં માનવ અધિકારોની (Human Rights) સ્થિતિ શું છે ? તે સંસ્થાઓને મજબૂત કરવાની જરૂર છે. એ સમજવાની જરૂર છે કે, માનવ અધિકાર નામની એક વસ્તુ છે, જે દરેક પાસે છે. જ્યાં સુધી તેઓને સંદેશો મોકલવામાં નહીં આવે ત્યાં સુધી તે આ રીતે ચાલુ રહેશે.
આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટ રાહત આપી
જજ વી.વી. પાટીલની વિશેષ એનડીપીએસ કોર્ટે 20 ઓક્ટોબરે તેમની જામીન (Aryan Khan Bail) અરજી ફગાવી દીધી હતી. તેણે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, આ પ્રથમ દ્રષ્ટીએ ષડયંત્રનો કેસ છે, ગેરકાયદે ડ્રગ્સનો વેપાર કરવામાં આવ્યો છે. ન્યાયાધીશે એ મામલે કહ્યું હતું કે, “વોટ્સએપ ચેટ પરથી લાગે છે કે આરોપી આર્યન ખાન નિયમિતપણે માદક દ્રવ્યોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, આર્યનના મિત્ર અરબાઝ મર્ચન્ટના (Arbaaz Merchant) જૂતામાંથી 6 ગ્રામ ચરસ અને મુનમુન ધામેચાના રૂમમાંથી 5 ગ્રામ મળી આવ્યા હતા. જો કે આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નથી.
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટ આર્યન ખાનને રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટ આર્યન ખાન સહિત મુનમુન ધામેચા અને અરબાજ મર્ચન્ટના પણ શરતી જામીન મંજુર કર્યા હતા. આર્યન ખાનને જામીન આપતા કોર્ટ કુલ 14 શરતો રાખી છે. ત્યારે હાલ આર્યન ખાનને જામીન મળતા જસ્ટિલ લોકુરોએ આ કેસને લઈને સવાલો ઉઠાવ્યા છે.