
મરાઠા અનામતના નેતા મનોજ જરાંગે પાટીલે મહારાષ્ટ્ર સરકારને એક દિવસનું અલ્ટીમેટમ આપ્યુ છે. મરાઠા ક્રાંતિ મોરચાના નેતા મનોજ જરાંગેએ કહ્યું કે મરાઠા અનામતના મુદ્દે રાજ્ય સરકારના પ્રતિનિધિ મંડળ સાથે આજે ચર્ચા થઈ. આ ચર્ચા લગભગ એક કલાક સુધી ચાલી. તેમણે જણાવ્યુ કે આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે પણ વાત થઈ છે. જો કે તેમણે વિસ્તારથી નથી જણાવ્યુ કે મુખ્યમંત્રી સાથે શું વાત થઈ છે.
મનોજ જરાંગે પાટીલે જણાવ્યુ કે હાલ અમારે એ જોવુ છે કે એક દિવસની અંદર તેમના પ્રસ્તાવ પર સરકાર શું નિર્ણય લે છે. ત્યારબાદ તેઓ ફરી આંદોલન માટે એક્ઠા થઈ જશે અને તેમના સમર્થકોને સંબોધિત કરશે. આ સંબોધનમાં તેઓ જણાવશે કે સરકાર સાથે તેમની શું વાત થઈ. મનોજ જરાંગેએ ત્યારબાદ એ પણ કહ્યુ કે આઝાદ મેદાનમાં જવાનો નિર્ણય હવે કાલે જ
થશે.
મનોજ જરાંગે પાટીલે જણાવ્યુ કે એક પણ મરાઠા અનામતથી વંચિત નહીં રહે. મારી સરકાર પાસે માગ છે કે તમે જે કંઈપણ નિર્ણય લો તેનો સરકારી આદેશ બહાર પાડવામાં આવે. સગા સંબંધીઓના મુદ્દા આજ રાત સુધીમાં સરકાર આદેશ બહાર પાડે. મનોજ જરાંગે પાટીલે જણાવ્યુ કે સરકારે જણાવ્યુ છે કે આદેશ પર સહુની સાઈન થઈ ગઈ છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે જો આટલુ બધુ થઈ ગયુ છે તો આદેશ બહાર પાડવામાં વિલંબ શા માટે ?
આ સાથે જ તેમણે જણાવ્યુ કે તેમની માગ છે કે 100 ટકા અનામત મળવા સુધી મરાઠાઓને મફત શિક્ષણ આપવામાં આવે. માગો મુદ્દે સરકાર આદેશ બહાર પાડે. સરકારના પ્રતિનિધિ સાથે થયેલી વાતચીતમાં મનોજ જરાંગે પાટીલે એ પણ માગ રાખી કે જે પણ FIR નોંધવામાં આવી છે તેને પરત લેવામાં આવે. તેમણે જણાવ્યુ કે અમને આ અંગે આશ્વાસન આપવામાં આવ્યુ છે.
તેમણે જણાવ્યુ કે 54 લાખ મરાઠાઓના નામ કુનબી અંતર્ગત મળ્યા. હવે તેમને OBC પ્રમાણપત્ર આપવામાં આવે. જેનુ સર્ટિફિકેટ મળે તેમના પરિવારોને પણ સર્ટિફિકેટ આપવામાં આવે. આ પ્રકારે 2 કરોડ મરાઠાઓ અનામતના હક્કદાર છે. બાળકીઓના શિક્ષણની સાથે છોકરાઓને પણ શિક્ષણમાં છૂટછાટ આપવામાં આવે.
આ પણ વાંચો: રાજુલાના વાવેરા ગામે સિંહણે બે વ્યક્તિ પર કર્યો હુમલો, સ્થાનિકોમાં ફફડાટ, વનવિભાગ થયુ દોડતુ- વીડિયો
તેમણે કહ્યુ કે અમે અનામત લઈને રહીશુ. અમારી માગો સાથે અમે મુંબઈ આવ્યા છીએ. સરકારના અધિકારી આવ્યા હતા પરંતુ સરકારના કોઈ મંત્રી નથી આવ્યા. તેમણે જણાવ્યુ કે સરકાર કહેશે તો આજની રાત નવી મુંબઈમાં જ રોકાઈશ પરંતુ જો કાલે સુધીમાં આદેશ નહી બહાર પાડે તો કાલે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન થઈને રહેશે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો