Indian Railway News: હવે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં પહોંચતા 12 કલાક લાગશે, જાણો કઈ રીતે

|

Aug 15, 2021 | 7:36 PM

મુંબઈથી દિલ્હીનું અંતર 1380 કિલોમીટર અને દિલ્હીથી હાવડાનું અંતર 1490 કિલોમીટર છે. આ રૂટ્સ રેલવેના સૌથી વ્યસ્ત રૂટ્સમાંથી એક છે. આ રૂટ્સની ઝડપ વધારવાના સૌથી પહેલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Indian Railway News: હવે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં પહોંચતા 12 કલાક લાગશે, જાણો કઈ રીતે
ટૂંક સમયમાં જ દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી હાવડા માત્ર 12 કલાકમાં પહોચી શકાશે.

Follow us on

Indian Railway News: આપણને બધા ખબર છે કે મુંબઈથી દિલ્હી પહોંચવા માટે  28 કે 24 કલાક જેટલો સમય લાગે છે. વધુ ગતી વાળી ટ્રેન હોય તો  વધુમાં વધું 17 કલાક જેટલા સમયમાં પહોચી શકાય. પણ હવે એટલો સમય લાગશે નહીં. હવે મુંબઈથી દિલ્હી (Mumbai to Delhi by Train) પહોંચવામાં માત્ર 12 કલાક લાગશે. એ જ રીતે, દિલ્હીથી હાવડા (Delhi to Howrah by Train) પહોંચવામાં 28 થી 24 કલાક જેટલો સમય નહીં લાગે. હવે તમે માત્ર 12 કલાકમાં દિલ્હીથી હાવડા પહોંચી શકશો.

ના અમે તમને 5 વર્ષ પછીનું કોઈ સ્વપ્ન નથી બતાવી રહ્યા કે તમને બુલેટ ટ્રેન વિશે પણ નથી કહી રહ્યા.  આ ખૂબ ટુકાં સમયમાં સાકાર થવાનું છે.  આજે જે ટ્રેનો દ્વારા તમે દીલ્હી અથવા હાવડા જઈ રહ્યા છો તે ટ્રેનો જ તમને 12 કલાકમાં પહોચાડશે. આ ચમત્કાર માત્ર થોડા સુધારા પછી ટુંક સમયમાં શરૂ થઈ જશે.

ભારતીય રેલવે (Indian Railway) આ માટે કેટલાક સકારાત્મક પગલાં લેવા જઈ રહી છે. આ અંતર્ગત, આ રૂટ્સ પર દોડતી ટ્રેનોની ઝડપ 160 kmph (Indian Railway 160 kmph speed train) જેટલી વધારી શકાય છે. આ પ્રોજેક્ટની જાહેરાત માત્ર 2 વર્ષ પહેલા કરવામાં આવી હતી. પરંતુ તેના પર કામ હવે શરૂ થઈ ગયું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જે રૂટ્સ છે સૌથી વ્યસ્ત, તેમાં જ સૌથી વધારે ઝડપ લાવવાનો પ્રયત્ન

મુંબઈથી દિલ્હીનું અંતર 1380 કિલોમીટર અને દિલ્હીથી હાવડાનું અંતર 1490 કિલોમીટર છે. આ રૂટ્સ રેલવેના સૌથી વ્યસ્ત રૂટ્સમાંથી એક છે. પહેલા આ રૂટ્સમાં ઝડપ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ માટે, પહેલા હાલના ટ્રેકને વધુ સારા બનાવવામાં આવશે. જેના પર ટ્રેનો સરળતાથી હાઇ સ્પીડ પર દોડી શક્શે. આ રૂટ્સ પર અકસ્માતો ટાળવા માટે લેવલ ફ્રી ક્રોસિંગ પણ દૂર કરવામાં આવશે.

શા માટે આ પ્રોજેક્ટમાં થઈ રહ્યો છે વિલંબ

160 કિમીની ઝડપે ટ્રેન દોડાવવામાં મોડું થવાનું સૌથી મોટું કારણ એ છે કે આ બંને રૂટને બંને બાજુથી આવરી લેવામાં આવી રહ્યા છે. આવું એટલા માટે પણ થઈ રહ્યું છે કારણ કે ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આવી પરીસ્થિતિમાં કોઈએ પાટા ઓળંગવા ન જોઈએ. તેના વિશે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.

છત પર ઇલેક્ટ્રિક કેબલ, પુરી રીતે બદલાશે સીસ્ટમ

જ્યારે ટ્રેક સુધારવામાં આવશે ત્યારે ટ્રેનની છત ઉપર ઇલેક્ટ્રિક કેબલ પણ બદલવામાં આવશે. આ રૂટ્સ પર રેલવે ટ્રેન પ્રોટેક્શન વોર્નિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવશે.જે હાઇ-સ્પીડ અને સેમી હાઇ-સ્પીડ ટ્રેનો ચલાવવા માટે ખૂબ જરૂરી છે. નિરીક્ષણ અને સમારકામ માટે આધુનિક ઓટોમેટિક મશીનો લગાવવામાં આવશે. સર્વેલન્સ માટે કેમેરા લગાવવામાં આવશે.

રેલવે સિવિલ વર્ક માટે 5500 કરોડ રૂપિયા, ઇલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 5300 કરોડ રૂપિયા, ટેલિકોમ કામ અને સિગ્નલિંગ માટે 2000 કરોડ રૂપિયા અને યાંત્રિક કામ માટે 625 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

આ પછી આ ટ્રેનો દિલ્હીથી મુંબઈ અને દિલ્હીથી હાવડા 12 કલાકમાં પહોંચી શકશે. કામ શરૂ થઈ ગયું છે. આ કામ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો :  Maharashtra : રાજ્યના 68 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ પદક, CRPFના સુનિલ કાલેનું મરણોપરાંત કરવામાં આવ્યું સન્માન

Published On - 7:36 pm, Sun, 15 August 21

Next Article