મુંબઈમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, આ યાત્રામાં કોવિડ નિયમોનો (Covid Guidelines)ભંગ થતા ઉદ્ધવ સરકારે ભાજપની જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) અંગે કડક પગલું ભર્યું છે. ભાજપના કાર્યકરો સામે મુંબઈ શહેરના સાત પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સાત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.
સાત પોલીસ સ્ટેશનમાં FIR દાખલ
ઉલ્લેખનીય છે કે,કાર્યકરો સામે શહેરના વિલે પાર્લે, ખેરવાડી, માહિમ, શિવાજી પાર્ક, દાદર ચેમ્બુર અને ગોવંડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જોકે, અત્યાર સુધી પોલીસે (Mumbai Police) આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી.
તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલના (Kapil Patil) સમર્થનમાં મુંબઈમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 16 ઓગસ્ટે નીકળેલી આ યાત્રામાં ભાજપના સેંકડો કાર્યકરોએ ભાગ લીધો હતો.ઉપરાંત કેન્દ્રીય પ્રધાનનું શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ.
Mumbai: Seven separate FIRs registered at Vile Parle, Kherwadi, Mahim, Shivaji Park, Dadar, Chembur, Govandi police stations against BJP’s Jan Ashirwad Yatra for violation of #COVID19 protocols.
— ANI (@ANI) August 19, 2021
સંજય રાઉતે જન આશિર્વાદ યાત્રાને લઈને ભાજપ પર કર્યા પ્રહાર
શિવસેના સાંસદ સંજય રાઉતે જન આશિર્વાદ યાત્રાને લઈને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે,”માસ્ક વિના લોકોનું એકત્ર થવું અને જન આશીર્વાદ યાત્રામાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવું એ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા સમાન છે”. જેથી પોલીસની કાર્યવાહી વાજબી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઉદ્ધવ સરકારના મંત્રી (Minister) દ્વારા પણ જન આશીર્વાદ યાત્રાને લઈને ભાજપ પર કટાક્ષ કર્યો હતો.અસલમ શેખે(Aslam Sheikh) ભાજપની જન આશીર્વાદ યાત્રા પર પ્રહાર કરતા કહ્યું કે, “ભાજપના નેતાઓએ (BJP Leader) સમજવું જોઈએ કે કોરોનાનું સંક્રમણ યથાવત છે. તેથી કોઈ પણ રાજકીય કાર્યક્રમો કોરોનાને ખુલ્લા આમંત્રણ સમાન છે.”
સામાન્ય લોકોના સ્વાસ્થ્યને ખતરો : CM ઉદ્ધવ ઠાકરે
ઉપરાંત CM ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે, નિયમોનો ભંગ કરીને રાજકીય, સામાજિક, ધાર્મિક અને અન્ય કાર્યક્રમોનું (Program) આયોજન કરવાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યને (Health) ખતરો છે. પરંતુ કેટલાક લોકો આ સમજી શકતા નથી. વધુમાં જણાવ્યુ કે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોરોના નિયમોનું ઉલ્લંઘન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
આ પણ વાંચો: બોલીવુડ કલાકાર Milind Soman એ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રન ફોર યુનિટીનો પ્રારંભ કર્યો